રોગચાળાને નિયંત્રિત કરવા 222 ઘરમાં ફોગિંગની કામગીરી હાથ ધરાઈ
ખાસ-ખબર સંવાદદાતા
રાજકોટ મહાનગર પાલિકાના આરોગ્ય તંત્ર દ્વારા ડેન્ગ્યુ, મેલેરિયા, ચિકુનગુનિયા જેવા રોગોને નિયંત્રિત કરવા માટે પ્રયાસો થઈ રહ્યા છે. આમ છતાં છેલ્લા એક અઠવાડિયામાં આમ છતાં છેલ્લા એક અઠવાડિયામાં મેલેરિયાના 0, ડેન્ગ્યુનો 2, શરદી-ઉધરસના 481, સામાન્ય તાવના 47 અને ઝાડા-ઊલટીના 83 કેસ નોંધાયા છે. આ રોગચાળા દ્વારા ઉભા થતા જાહેર આરોગ્યને પડકારને પહોંચી વળવા માટે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા પ્રયાસો થઈ રહ્યા છે. વાહક નિયંત્રણની કામગીરી હેઠળ એક અઠવાડિયામાં 8162 ઘરમાં પોરાનાશક કામગીરી કરવામાં આવી છે. તેમજ 222 ઘરમાં ફોગિંગની કામગીરી કરવામાં આવી છે. મચ્છરની ઘનતા વઘુ હોય તેવા વિસ્તારોને વહિકલ માઉન્ટેન ફોગીંગ મશીન ફોગીંગ કામગીરી કરવામાં આવે છે. આ કામગીરી હેઠળ વસુંઘરા રેસીડેન્સી કેનાલ રોડ, વેલનાથ જડેશ્વર સોસા., સી.બી.આઇ. બંગ્લોઝ અને આસપાસનો વિસ્તાર, સુખસાગર સોસા., ગોલ્ડ ટ્રિઓ એપા. લલુડી વોકડી વિસ્તારો ફોગીંગ કામગીરી હેઠળ આવરી લેવામાં આવી છે.
- Advertisement -
મચ્છર ઉત્પતિ બદલ નોટિસની અપાઈ
ડેન્ગ્યુ રોગ અટકાયતીના ભાગરૂપે શહેરી વિસ્તારમાં રહેણાંક મકાન, દુકાન, એપાર્ટમેન્ટ, કોર્મશિયલ કોમ્પલેકસ, ઔધોગિક એકમો, વ્યાપાર ધંધાના સ્થળ તેમજ રહેણાંક મકાનની આસપાસના વિસ્તારોમાં મચ્છરોના ઉત્પતિ સ્થાનો જોવા મળશે તો જગ્યાના માલિક કે ભોગવટો કરનાર કે જવાબદાર આસામી સીધી રીતે જવાબદાર ગણી બાયલોઝ અંતર્ગત તેની વિરૂદ્ધ મચ્છર ઉત્પતિ સબબ નોટીસ તથા વહિવટી ચાર્જ વસુલાતની કામગીરી કરવામાં આવેલ છે. સબબ રહેણાંકમાં 258 અને કોર્મશીયલ 73 આસામીને નોટીસ આ5વામાં આવેલ છે.
ડેન્ગ્યુ-મેલેરિયા અટકાવવાના પગલા
-પાણીની સિમેન્ટની ટાંકી, સિન્ટેક્ષની ટાંકી, બેરલ, કેરબાને ઢાંકીને રાખીએ
-પશુઓને પાણી પીવાની કુંડી, અવેડા ખાલી કરી ઘસીને સાફ કરીએ.
-ફ્રિજની ટ્રે, માટલા, કુલર, ફુલદાની, પક્ષીકુંજ નિયમિત ખાલી કરીને સાફ કરીએ
-બિનજરૂરી ડબ્બાડુબ્લી, ટાયર, ભંગારનો યોગ્ય સ્થળે નિકાલ
-અગાશી, છજજામાં જમા રહેતા પાણીનો નિકાલ
- Advertisement -