દુષ્કર્મની 32 FIR, અકસ્માતથી મોતને ભેટયાના 145 કિસ્સા
ચોરીના 963, લૂંટના 18, અપહરણના 99, ઠગાઇ-છેતરપિંડીના 162, છેડતીના 48, મારામારીના 276 ગુના દાખલ થયા
- Advertisement -
સૌરાષ્ટ્રના પાટનગર ગણાતા રાજકોટમાં દિવસેને દિવસે ગુનાખોરીનો આંક વધતો જઇ રહ્યો છે. જે ખુબ ચિંતાજનક ગણાય રહ્યો છે. પોલીસ વિભાગ તરફથી મળેલા આંકડાઓ જોતા સ્થિતિ ખુબ ચિંતાજનક હોવાનું જણાઇ રહ્યું છે. ચાલુ વર્ષે રાજકોટમાં હત્યાના 3ર બનાવો બન્યા છે. જે ગત વર્ષના 12 મહિનાની સાક્ષેપમાં આ વર્ષના 10 મહિનામાં જ બે હત્યાઓ વધી છે. ગત વર્ષે હત્યાના 30 બનાવો નોંધાયા હતા.આ તરફ તસ્કરો પણ બેફામ બન્યા છે.
રાજકોટ શહેરમાં ચાલુ વર્ષે ઘરફોડ ચોરી વિજીટેશનના 39, અન્ય પ્રકારની ઘરફોડ ચોરીમાં 14પ, વાહન ચોરી 387 મળી કુલ ચોરીના 963 બનાવો નોંધાયા છે. જે ગત વર્ષની સાક્ષેપમાં 421 ગુના વધ્યા છે. આ ઉપરાંત ધાડના 4 બનાવ, વિજીટેશન લૂંટના 3 બનાવ, સાદી લૂંટના 15 બનાવ, હત્યા કોશીશના 29 બનાવ, સાપરાધ મનુષ્ય વધના પાંચ બનાવ પોલીસ ચોપડે નોંધાયા છે. શરીર સંબંધી ગુનાઓ વધી રહ્યા છે. આવારા તત્વો બન્યા હોય તેમ રાયોટીંગના 28 ગુના, ઇજા વ્યથા મારામારીના 276 ગુના, અપહરણના 99 બનાવ નોંધાયા છે. ઠગાઇ-વિશ્વાસઘાતના 162 ગુના દાખલ થયા છે જે ગત વર્ષ કરતા પર ગુના વધુ છે.
મહિલા સુરક્ષાને લઇ સુધાર જોવા મળી રહ્યો છે. પરંતુ રાજકોટમાં દુષ્કર્મના 3ર ગુના દાખલ થયા છે. ઉપરાંત આઇપીસી 3પ4 મુજબના છેડતીના 48 ગુના નોંધાયા છે જે ગત વર્ષે 17 બનાવ હતા જેમાં 31 બનાવોનો વધારો થયો છે. જે ગત વર્ષની સાક્ષેપમાં 3 ગુના વધુ છે. અકસ્માત મોતના 14પ બનાવ, ગંભીર અકસ્માતના 176 બનાવ, સામાન્ય અકસ્માતમાં 89 બનાવ પોલીસ ચોપડે નોંધાયા છે.