બોડી બિલ્ડરનું વજન 150 કિ.ગ્રા., 4 માણસો જેટલું ખાય છે
નેધરલેન્ડનો ઓલીવિયર રિકટર્સ પ્રોફેશનલ બોડી બિલ્ડર છે, તે એક એકટર પણ છે
- Advertisement -
ખાસ-ખબર સંવાદદાતા
દુનિયામાં એક થી વધીને એક બોડી બિલ્ડર થયા છે. આર્નોલ્ડ શ્વાર્જનેગર, રોની કોલમેન, ફીલ હીથ વગેરે. ઘણા લોકો આવા બોડી બિલ્ડર્સના ફેન છે અને તેમને ફોલો પણ કરે છે. તેઓનો ખોરાક પણ ઘણો વધુ હોય છે. પૌષ્ટિક પણ હોય છે. આવા એક બોડી બિલ્ડરનું નામ છે : ઓલિવિયર રિકટર્સ. તે નેધરલેન્ડનો નાગરિક છે. ઊંચાઈ 7’ છે. તે એક એકટર પણ છે. તેની ઊંચાઈને લીધે તેનું નામ ગિનેસ વર્લ્ડ રેકોર્ડ બુકમાં નોંધાયુ છે.
આ ઓલિવિયરનું વજન 150 કિ.ગ્રા. છે. તે હોલીવૂડ મુવીઝમાં પણ કામ કરે છે. તેણે કહ્યું કે તે પહેલા 6500 થી 7000 કેલરી લેતો હતો. ધી ઇલેકિટ્રકલ લાઇફ ઓફ લુઇ વેન મુવીમાં તેમણે એક બોકસરની ભૂમિકા ભજવી છે. તે માટે તેમને વજન ઘટાડવું પડે તેમ હતું. તેથી તેમણે ખોરાક ઘટાડયો તેમ છતાં આ વેઇટલોસ દરમિયાન પણ તેથી તે સમયે માત્ર 5 હજાર કેલરી જ મળે તેટલો જ ખોરાક લેતા હતા.
પોતાના ઇન્ટરવ્યુમાં તેમણે 5000 કેલરી ધરાવતા ડાયેટમાં 300 ગ્રામ પ્રોટિન મુખ્ય છે. તે માટે તેઓ સેલ્મન માછલી, વ્હે પ્રોટિન અને પોટસ લે છે. તેઓ જે શેક લે છે શેકમાં 700 કેલરી મળે છે. તેઓ દિવસમાં 6-7 વાર ભોજન લે છે. પરંતુ તેમાં પ્રવાહીનું પ્રમાણ વધુ હોય છે.