ખાસ-ખબર સંવાદદાતા
વેરાવળ દરિયા કિનારે મિનિસ્ટ્રી ઓફ અર્થ સાયન્સ આયોજીત વિશ્ર્વ દરિયાકિનારા સફાઈ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. વેરાવળ ચોપાટી પર સફાઈનો કાર્યક્રમ યોજાયો હતો. ફિશરીઝ કોલેજના વિધાર્થીઓ દ્વારા સફાઈ અંગે માહિતી પુરી પાડવામા આવી હતી. એન સી સી આર ચેન્નઈના સહયોગથી આ કાર્યક્રમમા વેરાવળના દરિયા કિનારેથી અંદાજે 1250 કિલો કચરો એકઠો કરવામાં આવ્યો હતો. જેમાં પ્લાસ્ટિક તેમજ થર્મોકોલનો કચરો મુખ્ય હોવાનું જણાવ્યું હતું.
વેરાવળમાં વિશ્ર્વ દરિયાકિનારા સફાઈ દિવસની ઉજવણી કરાઈ
