અત્યાર સુધી માત્ર મહિલા અધિકારીઓને જ તક મળતી હતી; હવે અગ્નિવીરને પણ મળશે
ખાસ-ખબર સંવાદદાતા
ભારતીય સેનામાં કામ કરતી મહિલા સૈનિકો, સેલર્સ અને એર વોરિયર્સને પણ હવે મેટરનિટી લીવ અને ચાઇલ્ડ કરે લીવ મળશે. સંરક્ષણ મંત્રાલયે આ પ્રસ્તાવને મંજૂરી આપી દીધી છે. આમાં મહિલા અગ્નિવીર પણ સામેલ છે.
- Advertisement -
અત્યાર સુધી, સેનામાં માત્ર ઉચ્ચ રેન્કની મહિલા અધિકારીઓને જ મેટરનિટી, ચાઇલ્ડ કેર અને બાળકને દત્તક લેવા માટે રજા આપવામાં આવતી હતી.
રક્ષામંત્રાલયે એક નિવેદનમાં કહ્યું છે કે આ નિર્ણય સેનામાં તમામ મહિલાઓની ભાગીદારી સાથે સુસંગત છે, પછી ભલે તે કોઈપણ રેન્કની હોય. નિયમોના વિસ્તરણથી સેનામાં તૈનાત મહિલાઓને કૌટુંબિક અને સામાજિક સમસ્યાઓનો સામનો કરવામાં ઘણી મદદ મળશે. આ ઉપરાંત આનાથી સેનામાં મહિલાઓની કામકાજની સ્થિતિમાં પણ સુધારો થશે. તે અંગત અને વ્યાવસાયિક જીવનમાં સંતુલન બનાવી શકશે.ઙઈંઇ અનુસાર, માર્ચ 2023 સુધીમાં ભારતીય સેનામાં વિવિધ પોસ્ટ્સ પર 7 હજારથી વધુ મહિલાઓ તૈનાત છે. જેમાં આર્મીમાં 6 હજાર 993 મહિલા ઓફિસર, નેવીમાં 748 અને એરફોર્સમાં મહિલા ઓફિસર્સની સંખ્યા 1636 છે. આમાં મેડિકલ કોપ્ર્સ, ડેન્ટલ કોપ્ર્સ અને મિલિટરી નર્સિંગ સર્વિસની મહિલાઓને પણ સામેલ કરવામાં આવી છે. વિશેષ નિર્ણય દરમિયાન લગભગ 108 મહિલાઓને પણ કર્નલના પદ પર પ્રમોશન આપવામાં આવનાર છે.
180 દિવસની મેટરનિટી લીવ મળે છે
હાલમાં મહિલા અધિકારીઓને 180 દિવસની પ્રસૂતિ રજા મળે છે. સમાચાર એજન્સી પીટીઆઈના જણાવ્યા અનુસાર, મહિલા અધિકારીને બે બાળકો માટે સંપૂર્ણ પગાર સાથે 180 દિવસની રજા મળે છે. મહિલા અધિકારીઓને તેમની સેવા દરમિયાન 360 દિવસની રજા આપવામાં આવે છે. આ સિવાય 1 વર્ષથી ઓછી ઉંમરના બાળકને દત્તક લેવાની તારીખ પછી 180 દિવસની રજા
મળે છે.