માણાવદરમાં ઉનાળાની શરૂઆતે પાણીની પારાયણ
અતિ ખરાબ પાણી વિતરણ મુદ્દે મહિલાઓમાં રોષ
- Advertisement -
ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ, તા.20
જૂનાગઢ સોરઠ પંથકમાં ઉનાળાની શરૂઆત થઇ ચુકી છે ત્યારે માણાવદરમાં ઉનાળાના પ્રારંભે શહેરમાં પીવા લાઈક તો ઠીક પણ વાપરવા લાઈક પાણી વિતરણ થતા સ્થાનિક મહિલાઓમાં રોષ જોવા મળી રહ્યો છે.બહારપરા વિસ્તારની મહિલાઓનું ટોળું ગંદુ અને ખરાબ પાણી લઈને નગર પાલીકા કચેરી ખાતે ચીફ ઓફિસર પાસે પોહચી હતી અને પાણીના નમૂના બતાવી રોષ ઠાલવ્યો હતો અને જો ખરાબ પાણી વિતરણ બંધ નહિ થાયતો પાલિકા કચેરી સામે ઘરના પ્રદર્શન યોજવાની ચીમકી ઉચ્ચારી હતી. માણાવદર શહેરમાં અનેક વિસ્તારોમાં ગટરનું ગંદુ અને ગંધાતું પાણી વિતરણ થવાની ઘણા સમયથી બૂમો ઊઠી છે પરંતુ આજ સુધી આવા પાણીનું વિતરણ બંધ ન થતા માણાવદર બહારપરા વિસ્તારની મહિલાઓ નગરપાલિકા કચેરી પહોંચીને ઉગ્ર રજૂઆત કરી હતી.જયારે માણાવદર પાણીની કટોકટી તો વર્ષોથી સામનો કરે છે. પરંતુ છેલ્લા ઘણા સમયથી ભૂગર્ભ ગટરના પાણી વિતરણ વ્યવસ્થાના પાણીની લાઈન ગટર સાથે ભળી જતાં માણાવદર શહેરના અનેક વિસ્તારોમાં ગંદુ અને ગંધાતું ફીણ વાળું પાણી વિતરણ થાય છે.
આ બાબતે નગરપાલિકા તંત્રને અનેક વાર લેખિતમાં પણ રજૂઆત કરી છે પરંતુ કોઈ યોગ્ય નિકલ ન આવતા બહારપરા વિસ્તારની મહિલાઓ નગરપાલિકાએ પહોંચીને ચીફ ઓફિસરને રજૂઆત કરી હતી. આ ગંદુ અને ગંધાતું ફીણ વાળું પાણી વિતરણ સમયે 15 મિનિટથી વધુ સમય સુધી આવતું હોવાથી ફરજિયાત પણે આ પાણીને જવા દેવું પડે છે જેના કારણે પાણીનો બગાડ પણ થઈ રહ્યો છે ઉપરાંત આ પાણી જો ઉપયોગમાં લઈએ તો ચામડી સહિતના અનેક રોગો થવાની પણ શક્યતા હોય છે.
- Advertisement -
ત્યારે પાલિકા તંત્ર દ્વારા યોગ્ય પગલાં ભરવામાં આવે તેવી માગણી કરી હતી જયારે સ્થાનિક મહિલાઓ કહ્યું હતું કે, સાત દિવસે પાણી આવે એ પણ ગંદુ પાણી આવે છે આ અંગે અશ્વિનાબેન નકૂમે જણાવ્યું હતું કે એક તો સાત – સાત દિવસે પાણી આવે છે તેમાં પણ આવું ગંદુ અને ગંધાતું પાણી આવતું હોવાથી પીવાલાયક તો નહિ પણ વાપરવાલાયક પાણી પણ નથી માટે યોગ્ય કરવા રજૂઆત કરી હતી. જયારે માણાવદર શહેરમાં ઉનાળાના પ્રારંભે જ પાણીની પારાયણ શરૂ થઇ છે ત્યારે શહેરમાં અનેક વિસ્તારોમાં ગંદા પાણી વિતરણ થતુ હોવાની અનેકવાર પાલિકાના સત્તાધીશોને કરવામાં આવી છે છતાં હજુ સુધી કોઇ યોગ્ય નિરાકરણ આવ્યુ નથી. ત્યારે અતિ ગંદુ અને દુર્ગંધ મારતુ પાણી વિતરણ થતા સ્થાનિક મહિલાઓમાં રોષ જોવા મળી રહ્યો છે.
ગંદા પાણીનો તાત્કાલીક નિકાલ કરાશે: ચીફ ઓફીસર નગરપાલિકા
જયારે આ બાબતે માણાવદર નગર પાલિકા ચીફ ઓફિસર એમ.આર.ખીચડીયાએ જણાવ્યું હતું કે ગંદા પાણી બાબતે બહરપરા વિસ્તારની મહિલાઓ ફરિયાદ માટે આવેલા હતા ત્યારે આ બાબતે આ પ્રશ્ર્નોનો તત્કાલિક નિકાલ કરવામાં આવશે અને આગામી દિવસોમાં શુદ્ધ પાણી મળી રહે તે બાબતની પુરી તકેદારી રાખવામાં આવશે.