મોરારિબાપુએ રાજકોટ મધ્યસ્થ જેલની મુલાકાત લીધી
બાપુએ જેલમાં બનેલા ભોજનની ભિક્ષા માંગી !
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
- Advertisement -
રાજકોટમાં સદભાવના માનસ કથાનો આજે ત્રીજો દિવસ છે અને આજે ત્રીજા દિવસની કથા પૂર્ણ થયા બાદ સાંજના સમયે સંત પૂજ્ય મોરારિ બાપુએ રાજકોટ મધ્યસ્થ જેલની મુલાકાત લીધી હતી. બાપુએ રાજકોટ મધ્યથ જેલમાં કેદીઓને આશીર્વાદ પાઠવી અને અડધો કલાક બંધન વિશે પ્રવચન આપ્યું હતું. ઉલ્લેખનીય છે કે, આ સાથે બાપુએ આજે રાજકોટ જેલમાં કેદીઓ માટે બનાવવામાં આવેલ ભોજન મહિલા કેદી પાસેથી ભિક્ષા સ્વરૂપે લઇ ગયા હતા તો સાથે જ બાપુએ અધિકારીઓને કાનૂનનો કરુણાપૂર્વક ઉપયોગ કરવા વિનંતી કરી હતી. રાજકોટ મધ્યસ્થ જેલમાં આજે કેદીઓને મોરારિબાપુએ સંબોધન કરતા જણાવ્યું હતું કે, આજે હું અહીંયા આવ્યો છું તો તમને બંધન વિશે માહિતી આપીશ. કુલ 8 પ્રકારના બંધન હોય છે. કર્મ બંધન, ઋણાનું બંધન અને ભવ બંધન. કર્મ બંધન એટલે મોટામાં મોટું બંધન. આ બંધન આપણી સાથે જોડાયેલું છે. આપણે જેવા કર્મ કરીએ છીએ એવું ફળ આપણે પામીએ છીએ. તમે બધા કોઈને કોઈ કર્મ બંધનના કારણે આ જેલમાં છો, અમે બહાર છીએ તે અમે બધા પણ કર્મ બંધનમાં બંધાયેલા છીએ. જેલમાં હોઈ કે મહેલમાં હોઈ તે દરેકને કર્મ બંધન લાગૂ પડે છે. સાધુ હોઈ કે શેતાન તે બધાને કર્મ બંધન લાગુ પડે છે. વાલ્મિકીજીએ રામાયણ લખ્યું છે તેઓ બધાને લૂંટતા હતા અને બધાને પરેશાન કરતા એના કર્મનું ફળ એને મળ્યું છે. ભગવાન રામે કોઈને લૂંટ્યા નથી પરંતુ, શ્રી રામને પણ કર્મ બંધન લાગુ પડ્યું અને 14 વર્ષ વનવાસ જવું પડ્યું હતું. બીજું છે ઋણાનું બંધન.. ઋણાનું બંધનના કારણે પણ આપણે અહીંયા છીએ. કોઈપણ બંધનના કારણે આપે અહીંયા આવવું પડ્યું હશે. આ બંધનમાં પણ કોઈ ને કોઈ સંબંધો લાગુ પડતા હોય છે.
એ ઋણાનું બંધન છે. શાસ્ત્રો કહે છે આપણા ઉપર અનેક ઋણ છે અને તે પૈકી એક ઋણ છે ઋષિમુનિઓનું ઋણ. ઋષિમુનિઓએ આપણને શાસ્ત્ર આપ્યા છે, સૂત્રો આપ્યા છે, મંત્રો આપ્યા છે. આપણા જીવનને દિવ્ય બનાવવા મંત્રો અને સૂત્રો ઋષિમુનિઓએ આપ્યા છે, એના બંધનમાં આપણે છીએ. ઋષિઓના ઋણાનું બંધનમાંથી મુક્તિ માટે દરેક સમાજના કેદીઓએ પોતાના ધર્મ ગ્રંથનો પાઠન કરવું જોઈએ અને હું કાયમ ક્વ છું આપણા માં-બાપના ઋણાનું બંધનમાંથી મુક્ત થવા માતા-પિતાની સેવા કરવી જોઈએ. અંતમાં મોરારિબાપુએ કહ્યું, આજે જેલમાં જે બન્યું હોઈ તે મને ભિક્ષા સ્વરૂપે આપજો. આજે હું ભિક્ષામાં જેલના કેદીઓનું ભોજન મારા પાત્રમાં લઈ જઈશ. મોરારિબાપુએ કહ્યું કે મારી ઈચ્છા હતી કે તમારા જેવા કેદીઓ વચ્ચે હું રહું અને કથા કરું. ભાવનગરની જેલમાં હુ 9 દિવસ રહ્યો હતો. મને મહારાષ્ટ્રમાં નાસિક જેલમાં મંજૂરી ન આપી. ભાવનગર જેલમાં રહેવાની મને મંજૂરી મળી હતી. મેં ભાવનગરમાં જેલમાં કેદીઓની સાથે ભોજન લીધું અને કોટડીમાં જ રહ્યો હતો.