જરા ઝટકો લાગે તેવી વાત છે પણ વાત બિલકુલ ફિલ્મી નથી અને એવું ય નથી કે વાંચવા માટે ઉશ્કેરે એવા ઈરાદાથી આ મથાળું બાંધવામાં આવ્યું છે.
શાહનામા
– નરેશ શાહ
– નરેશ શાહ
ભરડી નાખવામાં સૌથી અવ્વલ એવો સલમાન ખાન ખુદ 2013 (11 સપ્ટેમ્બરે) માં બિગબોસ નામના રિયાલિટી શોની પ્રેસ કોન્ફરન્સમાં બોલી ગયો હતો કે, શાદી ઉપરવાલે કે હાથમેં હૈ ઔર ઈસલીયે કુછ મૌકોં પર મેરી શાદી પક્કી હોતે હોતે રહ ગઈ
ફિલ્મ સ્ટારો માટે જો કે શાદી-તલ્લાકની વાતો કે અફવાઓ કંઈ નવીનવાઈની હોતી નથી અને આપણે પણ તેને ટાઈમપાસ તરીકે વાંચવા ટેવાયેલા છીએ. સલમાન તો આ બાબતમાં હંમેશ હોટ બેચલર જ રહ્યો છે. જેમ તેના ફિલ્મી ખાતામાં સુપર હિટ ફિલ્મો અનેક છે પણ યાદગાર કે ચિરંજીવી ફિલ્મોના નામે શૂન્ય છે તેમ છાશવારે તેની નવી-નવી ગર્લફ્રેન્ડના નામ ઉછળતાં રહે છે પણ ઓથેન્ટિક ગણી શકાય એવી ગર્લફ્રેન્ડ (ના, ચાર નહીં) ટોટલ પાંચ છે. સંગીતા બિજલાની, સોમી અલી, ઐશ્ર્વર્યા રાય અને કેટરિન કૈફ વિષે તમે જાણો છો પરંતુ સલમાન ખાનની પચાસમી વર્ષગાંઠે જ પ્રસિદ્ઘ થયેલાં બિઈંગ સલમાન પુસ્તકના લેખક જસીમ ખાન આપણને પહેલી (અને પાંચમી) ગર્લફ્રેન્ડની પણ ભનક આપે છે. તેનું નામ શાહિન જાફરી. શાહિન જાફરી દાદામુનિ અશોકકુમારની નાતિન. અશોકકુમારની ભારતી નામની દીકરીએ સ્વ. સઈદ જાફરીના ભાઈ હામિદ જાફરી સાથે લગ્ન ર્ક્યા છે. તેમને બે દીકરી જેનિવ આડવાણી અને શાહિન જાફરી. જેનિવ અડવાણી સલમાન ખાનની મિત્ર હતી. તેણે જ શાહિન સાથે સલમાનની ઓળખ કરાવેલી, ત્યારે સલમાન સેંટ જેવિયર કોલેજમાં ભણતો હતો ઊંમર ઓગણીસ વરસ. જો કે સલમાનને તેર વરસની ઊંમરે પણ ગર્લફ્રેન્ડ હતી અને એ તેને બેધડક ઘેર લાવતો તેવું તેના અમ્મી સલમા ખાન કહી ચૂક્યા છે પરંતુ આપણે શાહિન જાફરીના રિલેશનને જ સિરિયસલી લઈએ. (એક આડ વાત. શાહિનની ભાણેજ એટલે કે જેનિવની દીકરી ક્યિારા અડવાણીએ ફગલી અને કબીરસિંધ જેવી ફિલ્મોમાં અભિનય ર્ક્યો છે અને આ જ ફિલ્મના પ્રમોશન દરમિયાન જ સલમાન-શાહિન વિષેનો ભાંગરો વાટી નાખ્યો હતો ) શાહિનને સલમાન પોતાના ઘેર (દરેક ગર્લફ્રેન્ડની જેમ) પણ લઈ જતો હતો. ઘરમાં બધા માનવા લાગ્યાં હતા કે આ બન્ને પરણી જશે બટ ધાર્યું તો હંમેશા અલ્લાહનું જ થતું હોય છે. સલમાન ખાનને 1980માં મિસ ઈન્ડિયા બની ચૂકેલી, ઊંમરમાં તેનાથી મોટી, સંગીતા બિજલાની મળી ગઈ.
- Advertisement -
શાહિન જાફરી સાથે સલમાન ખાનનું બે્રકઅપ કેમ અને ક્યારે થયું એ કોઈ જાણતું નથી. શાહિન પછીથી કેથે પેસિફીક એરલાઈન્સમાં નોકરીએ ચઢી ગઈ. જોડી સંગીતા-સલમાનની જામી ગઈ. સંગીતા સાથે સલમાન ખાનનો અફેયર સૌથી વધુ, લગભગ છ વરસ ચાલ્યો. એ પછી સોમી, ઐશ્ર્વર્યા અને કેટરિના ક્રમશ: આવતી ગઈ પરંતુ સલમાન ખાનના બે પ્રેમ પ્રકરણ સૌથી વધુ વજનદાર રહ્યા. ઐશ્ર્વાર્ય રાય સાથેનું તેનું એટેચમેન્ટ સૌથી સ્ટ્રોંગ (ઘેર જઈ ધમાલ કરવી, ચલતે-ચલતેના સેટ પર બબાલ કરવી, હાથ ઉપાડવો, વિવેક ઓબેરોયને ધમકી આપવી વગેરે) હતું તો સંગીતા બિજલાની સાથે સલમાન ઉપરાંત તેના ફેમિલીનું બોન્ડીંગ પણ ગજબનાક બની ગયું હતું. ખાનફેમિલીમાં સંગીતા એક કૌટુંબિક સદસ્યની જેમ ઉમેરાઈ ગઈ હતી. વાત એટલી ઘટ્ટ થઈ ગઈ હતી કે ઘણાખરાં સદસ્યો સંગીતામાં પુત્રવધુ જોવા માંડયા હતા. સંગીતા બિજલાની જ એકમાત્ર સલમાનની એવી ગર્લફ્રેન્ડ રહી કે જેના સલમાનના મુંબઈના સ્વજનો અને ઈન્દોરના સગાંઓ પણ જાણતા હતા કે, આ છોરા-છોરી પરણી જવાનાં બિઈંગ સલમાન પુસ્તક માટે જસિમ ખાન સલમાનના ચાચી સુફિયા ખાનમને મળેલાં ત્યારે તેમણે કહ્યું કે, હું નામ તો નહીં આપું પણ એ સોમી અલી નહોતી. બીજી એક ગર્લફ્રેન્ડ હતી. એ વખતે અમે એ રાહમાં રહેતા હતા કે ક્યારે સલમાનની શાદીની તારીખ નક્કી થઈને અમને જાણ કરવામાં આવે કારણકે (શાદીનો) મહિનો તો નક્કી થઈ ગયો હતો પણ ફીર હાલાત બદલ ગએ…
1994ની ર7મી મેની તારીખ પોતાના લગ્ન માટે ખુદ સલમાન ખાને નક્કી કરી હોવાનું સંગીતા બિજલાનીએ વિશ્વદીપ ઘોષ નામના પત્રકારને કહેલું. શરૂઆતમાં સંગીતાના પેરેન્ટસે આ શાદીનો વિરોધ કરેલો પણ પછીથી માની ગયા. જો કે એપ્રિલમાં સંગીતાનું મન સલમાનમાંથી ઉઠી ગયું કારણ કે તેને લાગ્યું કે, સલમાન શાદી કરને કી ચીજ (લાયક) નહીં હૈ વો ઈસસે બહુત દૂર હૈ
સલમાન-સંગીતાના બારામાં જસિમ ખાને જયારે સલીમ ખાનને પૂછયું ત્યારે તેમણે ફિલોસોફિકલ જવાબ આપતાં કહેલું કે દરેક સંબંધના અંતમાં તો વાત પરણવાની જ આવતી હોય છે પણ રિલેશનશીપ જયારે લાંબી ચાલે ત્યારે સમજાતું હોય છે કે વી આર નોટ કટઆઉટ ફોર ઈચ અધર. ઈચ્છા-મહત્વાકાંક્ષ્ાાઓ અલગ લાગવા માંડે. તેને એક સ્ત્રી જોઈએ, જે ઘરમાં રહે. સ્ત્રીના અલગ ટાર્ગેટ હોય, ઉેશ હોય… જુદા છેડાની આવી વિચારધારા હોય તો પ્રોબ્લેમ તો થવાના જ સલમાન ખાન તો આમ પણ પ્રોબ્લેમ ચાઈલ્ડ જ રહ્યો છે.