ખાસ-ખબર સંવાદદાતા
જૂનાગઢ જિલ્લાના માળીયા હાટીનાના કાત્રાસા ગામે વિકસિત ભારત સંકલ્પ યાત્રાનો ગ્રામજનોએ દ્રારા સત્કાર કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે આયોજિત કાર્યક્રમમાં કેન્દ્ર-રાજ્ય સરકારની જનકલ્યાણકારી યોજનાઓના લાભોનું વિતરણ કરવામાં આવ્યું હતું.
ઉપરાંત ગ્રામજનોએ આરોગ્ય કેમ્પ, સેવા સેતુ અને પશુ આરોગ્ય કેમ્પની સેવાઓનો લાભ મેળવ્યો હતો. આ પ્રસંગે સાંસદ રાજેશ ચુડાસમાએ જણાવ્યું કે, વિકસિત ભારત સંકલ્પ યાત્રા દેશને 2047 સુધીમાં એક મજબૂત અને વિકસિત રાષ્ટ્રના નેમ સાથે નીકળી છે.
આઝાદીના 75 પૂર્ણ થયા બાદ પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી 2047 સુધીમાં દેશની આઝાદીના 100 વર્ષ પૂર્ણ થશે. ત્યારે ભારત સમગ્ર વિશ્વમાં એક મજબૂત રાષ્ટ્ર અને મહાસત્તા બનીને ઉભરે તેવા વિઝન સાથે પ્રધાનમંત્રીશ્રી કામ કરી રહ્યા છે. આ વિકસિત રાષ્ટ્ર નિર્માણના આ કાર્ય દરેક નાગરિક સહભાગી બને તે પણ જરૂરી છે. આમ, દરેક લોકો પોતાના ગામ, રાજ્ય અને દેશને વિકસિત બનવવા માટે પોતાના કર્યો થકી યોગદાન આપે તેવો અનુરોધ કર્યો હતો.