ડીજે અક્કી અને દાંડીયા ક્વિન અલવીરા મીર મીઠાં સુર રેલાવશે
આર્મી રાહતફંડમાં કમ અર્પણ કરાશે, કાર્યક્રમ તા.13ના રેસકોર્સ ખાતે યોજાશે
- Advertisement -
સિંગર મૃદુલ ઘોષ અને જયેશ દવે ખેલૈયાઓ-શ્રોતાઓને મન મુકીને ડોલાવશે
ખાસ-ખબર સંવાદદાતા
નવલા નોરતાને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે. ખૈલૈયાઓ રસ તરબોળ થઇ રાસ-ગરબા લઇ માં જગદંબાની આરાધના કરશે. નવરાત્રીની તૈયારીઓનો ધમધમાટ ચાલી રહ્યો છે. ત્યારે દર વર્ષની જેમ સતત આઠમાં વર્ષે એસપી ક્લબ અને રાજકોટ અપડેટ ન્યૂઝ વેલકમ વન-ડે નવરાત્રી-2023’નું ખેલૈયાઓ માટે આયોજન કરવા જઇ રહ્યું છે.
દર વર્ષે ખેલૈયાઓના અદભૂત પ્રતિસાદ સાથે એસપી ક્લબના પ્રકાશભાઇ રાવરાણી અને રાજકોટ અપડેટ ન્યૂઝના સંદિપભાઇ લખતરીયા દ્વારા સતત આઠમાં વર્ષે નવરાત્રીને આવકારવા અબતક સુરભી ગરબા ગ્રાઉન્ડ, રેસકોર્સ ખાતે તા. 13 ઓક્ટોબરને શુક્રવારે સાંજે 7 કલાકે વેલકમ વન- 3 નવરાત્રી-2023નું જાજરમાન આયોજન કર્યું છે. વન-ડે નવરાત્રીમાં ડાંડીયા ક્વીન અલવીરા મીર, પ્રખ્યાત સીંગર મૃદુલ ઘોષ અને સિંગર જયેશ દવે ડીજે અક્કીના સથવારે ખલૈયાઓને મનમુકીને રાસ-ગરબાની રમઝટ બોલાવશે. સંપૂર્ણ કાર્યક્રમનું એન્કરીંગ દર્પણા પંડિત ક2શે. કાર્યક્રમના મુખ્ય આયોજક રણજીતસિંહ રાઠોડ, અભિષેકભાઇ જાની, પંકજ સખીયા, વિક્રમભાઇ વાંક અને હેમેન્દ્રસિંહ જાડેજા સહિતનાઓનો સિંહફાળો છે. વેલકમ નવરાત્રીનું ડેનકેબલ(સીટીન્યૂઝ) તેમજ અબતક ન્યૂઝ ચેનલ પર લાઇવ પ્રસારણ કરવામાં આવશે. આ વન-ડે નવરાત્રીમાં એકઠી થનાર રકમ ભારતીય સેનાના જવાનો માટે ‘આર્મી રાહત ફંડ’માં અર્પણ કરવામાં આવશે. રાસ-ગરબાની રમઝટમાં ઉત્કૃષ્ટ પ્રદર્શન કરનાર વિજેતા પ્રિન્સ-પ્રિન્સેસ ખેલૈયાઓને લાખેણા ઇનામ-પુરસ્કા2 આપી સન્માનીત કરાશે.
આગામી તારીખ 13 ઓક્ટોબરને શુક્રવારે અબતક સુરભી ગરબા ગ્રાઉન્ડ, રેસકોર્સ ખાતે યોજાનાર વેલકમ વન-ડે નવરાત્રી- 2023ના આરંભ સમયે દિપપ્રાગટ્ય અને માં જગદંબાની આરતી ક2વામાં આવશે. દિપ પ્રાગટ્ય પૂર્વ ગુજરાત રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી, રાજકોટ જિલ્લા કલેક્ટર પ્રભવ જોશી, પોલીસ કમિશનર રાજુ ભાર્ગવ, રાજકોટ મહાનગરપાલિકા કમિશનર આનંદ પટેલ, દિવ્ય ભાસ્કરના તંત્રી હિરેનભાઇ ભટ્ટ, સુરભી ક્લબના વિજયસિંહ વાળા, યુવા ભાજપ અગ્રણી પીંટુભાઇ ખાટડી, કેબીનેટ મંત્રી ભાનુબેન બાબરીયા, રાજકોટ શહેરના મેયર નયનાબેન પેઢડીયા તેમજ અન્ય ધારાસભ્ય, મંત્રીઓ -હોદ્દેદારો તેમજ અગ્રણીઓના વરદ હસ્તે કરાશે. પ્રખ્યાત સીંગર મૃદુલ ઘોષ અને સીંગર જયેશ દવે ખેલૈયાઓને ડીજે અક્કીના તાલ સાથે ડોલાવશે અને સીંગર અલવીરા મીર ઉપસ્થિત ખેલૈયાઓ સાથે રાસ-ગરબાની રમઝટ બોલાવશે.
ખલૈયાઓને સુમધુર સંગીત જીલ એન્ટરટેઇનમેન્ટ અને સાઉન્ડ અર્જુન મીર તેમજ રીધમ ઇમરાન કાણીયા પુરુ પાડશે.