ઈજીપ્તમાં પ્રાચીન સમયના ઘણા રાજાઓની કબરમાં પણ તરબૂચ રાખવામાં આવ્યા હોવાનું સંશોધનો થકી બહાર આવ્યું છે
તરબૂચના અસ્તિત્વનું જૂનામાં જૂનું પ્રમાણ કેટલા વર્ષ અગાઉનું અને ક્યાંનું તથા ત્યાર બાદ જગત આંખમાં તે કેવી રીતે પહોંચ્યું તેનો ઈતિહાસ ઘણો રસપ્રદ છે. આ અંગે વિગતે વાતો કરતા પહેલા એટલું કહી દઉં કે તેની ઉત્પત્તિના શરૂઆતના તબક્કામાં જે તરબૂચ આવતા તે અત્યારના આપણા તરબૂચથી ખુબ જ અલગ સ્વરૂપના હતા. તરબૂચના મૂળભૂત સ્વરૂપમાં આણવામાં આવેલા આનુવંશિક ફેરફારો, પોતાના મૂળ વતનથી વિશ્વના દેશોમાં તેના પ્રવાસની વાતો અને તેની માહે રહેલા પોષક તત્વો અંગેની કેટલીક વાતો પણ અહી કરવી છે.
- Advertisement -
તરબૂચનો ઇતિહાસ
એવું માનવામાં આવે છે કે તરબૂચની ઉત્પત્તિ દક્ષિણ આફ્રિકાના કલાહારી રણમાં થઈ હતી. ભૂસ્તરીય પુરાતત્વીય અને વનસ્પતિશાસ્ત્રીઓના સંશોધનોનોનો અભ્યાસ કરતા એવું સ્પષ્ટ થાય છે કે તરબૂચનું પ્રથમ વાવેતર આફ્રિકા સાથે ઇજિપ્તને જોડતા વિસ્તારોમાં આજથી પાંચ હજાર વર્ષ પૂર્વે થયું હતુ. ઈજીપ્તના પ્રાચીન સ્થાપત્યોમાં આજે પણ તરબૂચના કલાત્મક ચિત્રો જોવા મળે છે.ઈજીપ્તમાં પ્રાચીન સમયના ઘણા રાજાઓની કબરમાં પણ તરબૂચ રાખવામાં આવ્યા હોવાનું સંશોધનો થકી બહાર આવ્યું છે. તેમની ભાવના એવી હશે કે મૃત્યુ બાદ પણ તેમને શક્તિ મળતી રહે. ત્યાંથી, વેપારી વહાણો દ્વારા ભૂમધ્ય સમુદ્રના કિનારાણા દેશોમાં તરબૂચ ફેલાયા હતા. ભારતમાં તેનું આગમન સાતમી સદીમાં થયું હતુ પરંતુ ભારતથી ચીન પહોંચતા તેને 3 સદી લાગી ગઈ હતી. એટલે કે ચીનમાં તેણે 10 મી સદીમાં પ્રવેશ કર્યો હતો, જો કે આજે ચીન સમગ્ર વિશ્વમાં તરબૂચનું સહુથી મોટું ઉત્પાદક છે. ચીનની ઉત્તર દિશામાં પાડોશી દેશ રશિયા પણ વ્યાપારી ધોરણે તરબૂચનું ઉત્પાદન કરે છે અને તે આ ફળમાંથી સ્થાનિક વાઇન પણ બનાવે છે. 13 મી સદીમાં મૂર્ઝ દ્વારા તરબૂચ બાકીના યુરોપમાં પહોંચી ગયા હતા. તરબૂચ માટેનો “વોટરમેલોન” શબ્દ સહુ પ્રથમ વખત 1615માં અંગ્રેજી શબ્દકોષમાં ઝળક્યો હતો. જ્હોન મારિયાનીએ તેમના પુસ્તક “અમેરિકન ડિક્ષનેરી ઓફ ફૂડ એન્ડ ડ્રિંકમાં તેનો ઉલ્લેખ “સધર્ન ફૂડ” તરીકે કર્યો હતો. પશ્ચિમી ઇતિહાસકાર જ્હોન એગરટન માને છે કે તરબૂચ આફ્રિકન ગુલામોના કારણે અમેરિકા પહોંચ્યા હતા.આ જ કારણસર અમેરિકન દિક્ષનેરીમાં તેની ઓળખ સધર્ન ફૂડ તરીકે આપવામાં આવી છે. હાલમાં ભારતના લગભગ તમામ રાજ્યોમાં તરબૂચની ખેતી થાય છે. તરબૂચના વિશ્વવ્યાપી ઉત્પાદનમાં યુનાઇટેડ સ્ટેટ્સ ચોથા ક્રમે છે. ફ્લોરિડા, ટેક્સાસ, જ્યોર્જિયા, એરિઝોના અને કેલિફોર્નિયા રાજ્યોમાં વ્યાપારી ધોરણે તરબૂચની ખેતી થાય છે.વિશ્વના લગભગ બધા જ દેશોમાં બારે માસ તરબૂચની ખેતી થાય છે પણ ઉનાળામાં તે ખાવાનો આનંદ કાઇક વિશેષ હોય છે કારણ કે તે વખતે તે શરીરની ખરી જરૂરિયાતને સંતોષે છે.
તરબૂચના વિશેષ રંગ-રૂ 5, સ્વાદ અને ગુણોથી પ્રભાવિત થઈ વિશ્વ વિખ્યાત વ્યંગકાર માર્ક ટ્વેઇને ‘દેવદૂત ભોજન’ની ઉપમા આપી હતી!
દુનિયામાં તરબૂચની લગભગ 1200 જેટલી જાતો છે
- Advertisement -
તરબૂચ પરિવાર
તરબૂચ કુકુંબર (કુકરબીટાસીસ) પરિવારનું સભ્ય છે અને તેનું વૈજ્ઞાનિક નામ સૈટ્રુલસ લિયેનાતાસ છે. કોળા, કાકડી આ બધા એક જ પરિવારમાંથી આવે છે. તેનું વજન 750 ગ્રામથી લઈને 92 કિલો સુધીનું હોય છે. જો કે એક વખત 159 કિલોનું એક વિક્રમી તરબૂચ પણ પાક્યું હતું. અગાઉ સળંગ પ્લેઇન લીલા રંગના જ તરબૂચ આવતા પણ હવે ચત્તા પત્તા વાળા તરબૂચ વધારે આવે છે. આપણે ત્યાં ઘેરા લાલ કે ગુલાબી રંગના તરબૂચ આવે છે પરંતુ દુનિયામાં તરબૂચની લગભગ 1200 જેટલી જાતો છે અને તે કેસરી સફેદ અને પીળા રંગના પણ હોય છે.તરબૂચના બી મોટા ભાગે કાળા હોય છે પરંતુ તે ભૂખરા કે સફેદ રંગના પણ હોય છે.તેનો ઉપયોગ ઔષધ બનાવવામાં તેમજ કેટલીક વાનગીઓની ગ્રેવી બનાવવા માટે પણ થાય છે. તરબૂચની નવી વિકસાવવામાં આવેલી કેટલીક જાતના તરબૂચમાં બી હોતા નથી. તરબૂચની એક જીનેતિકલી મોડીફાઇડ જાતનું નામ “પ્રપોઝ” છે. રંગ રૂપ સ્વાદ અને પોષણમાં તે શ્રેષ્ઠ હોવાનું કહેવાય છે પરંતુ લાંબા ગાળે આ પ્રકારની જાત નો ખાવામાં ઉપયોગ કરવાથી શરીર પર શું પ્રભાવ પડે છે તે અંગે આધારભૂત સંશોધનો થવા જરૂરી છે. તરબૂચના ઇતિહાસમાં સહુથી રસપ્રદ અધ્યાય તેની બીજ વગરની ટ્રિલ્લોડ જાત વિકસાવવાનો છે. આધુનિક ટ્રાઇપ્લોઇડ તરબૂચ (રંગસૂત્રોના સમૂહો સાથે) મેયોસિસ દરમિયાન સધ્ધર ગેમેટ્સ ઉત્પન્ન કરવામાં અસમર્થ છે હોય છે.ખાવામાં તે થોડું સરળ રહે છે. જ્યારે કોઈ સીડલેસ તરબૂચના બીજ ખરીદે ત્યારે બે પ્રકારના બીજ લેવાના હોય છે.એક ફળદ્રુપ ડિપ્લોઇડ પ્લાન્ટ માટે અને બીજું જંતુરહિત ટ્રીપ્લોઇડ માટે. ટ્રીપ્લોઇડ બીજ મોટા હોય છે, અને બંને પ્રકારો એક બીજાની નજીકમાં વાવેતર કરવામાં આવે છે. ડિપ્લોઇડ પ્લાન્ટના પુરૂષ ફૂલો ટ્રીપ્લોઇડ માટે પરાગ પૂરા પાડે છે, પરંતુ, પરાગાધાન હોવા છતાં, ગર્ભાધાન થતું નથી. તે પરાગનયનની એક સરળ ક્રિયા છે જે ગર્ભાધાન વિના ફળના વિકાસને પ્રેરિત કરે છે, જે ટ્રિપાયઇડ તડબૂચને બીજહીન બનાવે છે. તરબૂચમાં 92% પાણી હોય છે. તેમાં પ્રકૃતિના કેટલાક સૌથી મહત્વપૂર્ણ એન્ટી ઓક્સિડન્ટ હોય છે. તરબૂચ વિટામિન એ અને સીનો ઉત્તમ સ્રોત છે.ખાસ કરીને બીટા કેરોટિન તેમાં વિપુલ માત્રામાં હોય છે. તરબૂચનો લાલ ચટાક રંગ તેમાં રહેલા લાઈકોપીન નામના ખાસ એન્ટી ઓક્સિડન્ટ ને આભારી છે. આ શક્તિશાળી એન્ટી ઓક્સિડન્ટ ફ્રી રેડીકલ્સને અટકાવી રક્તવાહિનીઓ માં લોહી જામવા દેતુ નથી. અસ્થમાથી પીડાતા લોકો માટે, વારંવાર જેમને દમના હુમલા આવતા હોય તેઓ જો તરબૂચનું નિયમિત સેવન કરે તો શ્વાસોચ્છવાસ પ્રક્રિયા નિયમિત અને સામાન્ય બને છે. ફકત એક કપ જેટલું તરબૂચ આપણી વિટામિન સી ની દૈનિક જરૂરિયાતના દૈનિક મૂલ્યના 19.5% પૂરા પાડે છે. તેના બીટા કેરોટિન દ્વારા વિટામિન એ ની દૈનિક જરૂરિયાતના 13.9% પૂરા પાડે છે. વિટામિન ઇ1 અને ઇ6 નો તે ખૂબ સારો સ્ત્રોત છે. પ્રતી એક કપ તરબૂચ કેવળ 48 કેલરી મળે છે. આમ તરબૂચનો પ્રતી કેલરી પોષણનો આંક ઘણો ઊંચો છે.
મૂળ વતન તો દક્ષિણ આફ્રિકાનું કલાહરી રણ છે પરંતુ પાંચ હજાર વર્ષ પહેલાં તેની ઉત્પતિ બાદ આજે દુનિયાભરમાં 1200 જેટલી વેરાયટીમાં 750 ગ્રામ થી 90 કિલો સુધીના તરબૂચ ઉપલબ્ધ છે
કેરોટિનોઇડ લાઇકોપીન એ એક ઉત્તમ એન્ટિ-કેન્સર એજન્ટ પણ છે. ઘણા અન્ય ફૂડ ફાયટોન્યુટ્રિએન્ટ્સની વિપરીત, જેની અસરો બાબતે ફક્ત પ્રાણીઓ પર જ અભ્યાસ કરવામાં આવ્યો છે, ત્યારે લાઇકોપીનનો માણસો પર અભ્યાસ કરવામાં આવ્યો છે. કેન્સરની વધતી જતી સૂચિ સામે તે મોટું રક્ષણ આપે છે. પ્રોસ્ટેટ કેન્સર, સ્તન કેન્સર, એન્ડોમેટ્રાયલ કેન્સર, ફેફસાંનું કેન્સર અને કોલોરેક્ટલ કેન્સરને તે અસરકારક રીતે અટકાવે છે. અમેરિકન જર્નલ ઓફ ક્લિનિકલ ન્યુટ્રિશનના નવેમ્બર 2003ના અંકમાં પ્રકાશિત થયેલા એક અભ્યાસમાં નોંધ્યું છે કે કોલોરેક્ટલ એડેનોમસ દર્દીઓમાં, એક પ્રકારનો પોલિપ કે જે મોટાભાગના કોલોરેક્ટલ કેન્સરમાં પાછળથી જોવા મળે છે. અભ્યાસ વિષયોની તુલનામાં, લાઇકોપીનના કારણે લોહીનું સ્તર 35% ઓછું હતું અને તે પણ કોઈ પોલિપ્સ વીના! અંતિમ વિશ્લેષણમાં (મલ્ટીપલ લોજિસ્ટિક રીગ્રેસન) લોહીના પ્લાઝ્મામાં લાઇકોપીનનું નીચું સ્તર જોખમમાં 230% વધારો કરતું હતું. ધૂમ્રપાનના કિસ્સામાં તે જોખમ 302% વધી જતું હતું. અસંખ્ય અધ્યયનો માનવ શરીર પર લાઇકોપીનની હકારાત્મક અસરોને સમર્થન આપે છે. આ એન્ટી ઓક્સિડન્ટ હાર્ટ સ્ટ્રોકના જોખમને ઘટાડવા અને બ્લડ પ્રેશરના સ્તરનેઓછું કરવા માટે જાણીતું છે. તેમાં અન્ય ફળો જેટલા ફાઇબર ન હોઈ શકે, પરંતુ તરબૂચની કેલરી અને ચરબીનું પ્રમાણ ઓછું હોય છે અને તેમાં ઘણું પાણી હોય છે. તરબૂચના આવા જ વિશેષ રંગ રૂપ સ્વાદ અને ગુણોથી પ્રભાવિત થઈ વિશ્વ વિખ્યાત વ્યંગકાર માર્ક ટ્વેઇન એ તેને “દેવદૂત ભોજન” ની ઉપમા આપી હતી! તરબૂચ વીશે આટલી જાણકારી મેળવ્યા બાદ ચાલો આપણે સ્વાસ્થ્યની દ્રષ્ટીએ તેના ફાયદા અને તેનું પોષણ મૂલ્ય જાણી લઈએ.
વિટામિન્સ
ફળ વિટામિન્સથી ભરપૂર છે. તરબૂચના બે મુખ્ય વિટામિન્સ એ વિટામિન એ અને સી છે, તરબૂચમાં રહેલું વિટામિન એ કેરોટિનોઇડ્સના રૂપમાં હાજર છે. તરબૂચ એ વિટામિન સીનો સારો સ્રોત પણ છે એક કપ તાજા તરબૂચમાં લગભગ 12 મિલિગ્રામ વિટામિન સી હોય છે.
પોટેશિયમ: એક કપ પાસાદાર તરબૂચમાં પોટેશિયમ માટે સૂચવેલા દૈનિક મૂલ્યના લગભગ 4% હોય છે.
ફાઈબર: તાજા તરબૂચની લગભગ 175-200 કેલરી તમને 3-4 ગ્રામ આહાર રેસા આપે છે, જે દ્રાવ્ય અને અદ્રાવ્ય રેસાનું સરસ મિશ્રણ છે.
કાર્બોહાઇડ્રેટ: તરબૂચની એક ડિશમાં લગભગ 11.6 ગ્રામ કાર્બોહાઈડ્રેટ હોય છે, જે આહાર ફાઇબર, સ્ટાર્ચ અને શર્કરાનું સંયોજન છે.
ચરબીયુક્ત સામગ્રી: ફળમાં ચરબીનું પ્રમાણ ખૂબ ઓછું હોય છે. ડિશમાં કુલ ચરબીનું લગભગ 0.2 ગ્રામ હોય છે.
તરબૂચનું પોષણ મૂલ્ય (પ્રતી 100 ગ્રામ દીઠ)
-આર.ડી.એ. ની મૂળ પૌષ્ટિક કિંમત મૂલ્ય
-ઊક્ષયલિુ 30 કેસીએલ 1.5%
-કાર્બોહાઇડ્રેટ્સ 7.6 ગ્રામ 6%
-પ્રોટીન 0.6 ગ્રામ 1%
-કુલ ચરબી 0.15 ગ્રામ 0.5%
-કોલેસ્ટરોલ 0 મિલિગ્રામ 0%
-ડાયેટરી ફાઇબર 0.4 ગ્રામ 1%
-વિટામિન્સ
-ફોલેટ્સ 3 1લ 1%
-નિયાસિન 0.178 મિલિગ્રામ 1%
-પેન્ટોથેનિક એસિડ 0.221 મિલિગ્રામ 4.5%
-પાયરિડોક્સિન 0.045 મિલિગ્રામ 3.5%
-થિયામિન 0.033 મિલિગ્રામ 3%
-વિટામિન એ 569 આઇયુ 19%
-વિટામિન સી 8.1 મિલિગ્રામ 13.5%
-વિટામિન ઇ 0.05 મિલિગ્રામ 0.5%
-વિટામિન બી 6 0.1 મિલિગ્રામ 3%
-ઇલેક્ટ્રોલાઇટ્સ
-સોડિયમ 1 મિલિગ્રામ 0%
-પોટેશિયમ 112 મિલિગ્રામ 2.5%
-મિનરલ્સ
-કેલ્શિયમ 7 મિલિગ્રામ 0.7%
-કોપર 42 ગલ 4.5%
-આયર્ન 0.24 મિલિગ્રામ 3%
-મેગ્નેશિયમ 10 મિલિગ્રામ 2.5%
-મેંગેનીઝ 0.038 મિલિગ્રામ 1.5%
-જસત 0.10 મિલિગ્રામ 1%
-ફોટો-ન્યૂટ્રિએન્ટ્સ
-કેરોટિન-આલ્ફા 303 –લ –
-ક્રિપ્ટો-ઝેન્થિન-બીટા 78 –લ –
-લ્યુટિન-ઝેક્સફક્ષન્થિન 8 –લ –
-લાઇકોપીન 4532 ગલ –
-સાઇટ્રોલિન 250 મિલિગ્રામ
-કેલરી
કેલરીમાં તરબૂચ એકદમ ઓછું છે. એક તરબૂચની ડિશમાં ફક્ત 46 કેલરી હોય છે.
અનેક પ્રકારના કેન્સર, ગર્ભાવસ્થા, પુરુષની જાતીય સમસ્યા સહિત અનેક રોગની એક દવા
કેન્સરને તેની શરૂઆતથી જ અટકાવે છે, 200 ગ્રામ તરબૂચમાં આશરે 20 મિલિગ્રામ લાઇકોપીન હોય છે, જે ફ્રી રેડિકલ સામે લડે છે અને અનેક પ્રકારના કેન્સર સામે રક્ષણ આપે છે
તરબૂચના સ્વાસ્થ્ય લાભો
1. હૃદયને સ્વસ્થ રાખે છે
સંશોધન મુજબ દરરોજ થોડું તરબૂચ ખાવાથી ખરાબ કોલેસ્ટ્રોલનો સંચય અટકી શકે છે, જેનાથી હ્રદયરોગથી બચી શકાય છે. તેનું નિયમિત સેવન રક્ત વાહિનીઓની અંદર ચરબી જમાં થવા દેતું નથી. તરબૂચના આ હૃદય-આરોગ્યપ્રદ ગુણધર્મો ફળમાં રહેલા રાસાયણ સિટ્ર્યુલિનને આભારી છે. કેન્ટુકીના અભ્યાસ મુજબ એથરોસ્ક્લેરોસિસ પર આ સાઇટ્રોલિન ફાયદાકારક અસર કરી શકે છે. સિટ્ર્યુલિન પોસ્ટમેનોપોઝલ મહિલાઓમાં ધમનીની જડતા ઘટાડવા માટે મદદ કરે છે.
2. દાહ બળતરાની સારવારમાં મદદ કરે છે
તરબૂચમાં જોવા મળતું બીજું પ્રાથમિક સંયોજન લાઇકોપીન છે, તેના અનેક ફાયદા છે. એક અમેરિકન અભ્યાસ મુજબ લાઇકોપીન બળતરા વિરોધી ગુણધર્મો ધરાવે છે. વિવિધ કેરોટિનોઇડ્સમાં લાઇકોપીન શ્રેષ્ઠ છે. હકીકતમાં બળતરા માટે લાઇકોપીનની ફાયદાકારક અસરો બીટા કેરોટિન કરતાં પણ વધુ સારી માનવામાં આવે છે.
3. શરીરમાં પાણીનું પ્રમાણ જાળવી રાખે છે
આશ્ચર્ય થાય છે કે તરબૂચમાં પાણી કેટલું! ફળના અંગ્રેજી નામ વોટરમેલનને સાર્થક કરતા તેમાં 90થી 92% જેટલું પાણી હોય છે. જે તેને હાઇડ્રેશનાનો શ્રેષ્ઠ સ્રોત બનાવે છે. મૂત્રવર્ધક પદાર્થ હોવાના સંદર્ભમાં તે આલ્કોહોલ કે કેફીન કરતા વધુ સારું છે. કારણ કે તે એક પ્રાકૃતિક સ્રોત છે, તે કિડની પર તાણ કર્યા વિના પેશાબમાં વધારો કરે છે.
4. કેન્સર સામે લડતમાં મદદ કરે છે
આ બાબતનો જશ તેમાં રહેલા લાઈકોપીનને જાય છે. લાઇકોપીન કેન્સરને અટકાવે છે અને મટાડે છે. લાઇકોપીન એ રંગદ્રવ્ય છે જે તરબૂચને તેમના લાક્ષણિક લાલ રંગમાં પ્રસ્તુત કરે છે અને તે એક શક્તિશાળી એન્ટી ઓક્સિડન્ટ છે, તેથી તે કેન્સરને તેની શરૂઆતથી જ અટકાવે છે. 200 ગ્રામ તરબૂચમાં આશરે 20 મિલિગ્રામ લાઇકોપીન હોય છે, જે ફ્રી રેડિકલ સામે લડે છે અને અનેક પ્રકારના કેન્સર સામે રક્ષણ આપે છે. શિકાગોના એક અભ્યાસ મુજબ, લાઇકોપીન ખાસ કરીને પ્રોસ્ટેટ કેન્સરના કોષોમાં કીમોપ્રિવન્ટિવ ગુણધર્મો ધરાવે છે.
5. સ્નાયુઓના દાહ મટાડે છે
સખ્ખત શારીરિક શ્રમ કે વર્કઆઉટ પછી સ્નાયુઓમાં તાણ વર્તાતી હોય, બળતરા થતી હોય કે દુખાવો થતો હોય તેવી સ્થિતિમાં તરબૂચ મોટી રાહત આપે છે. તેમાં પ્રચુર માત્રામાં રહેલાં ઇલેક્ટ્રોલાઇટ એમિનો એસિડ સાઈટ્રોલીન ખાસ કરીને ગાળાના સ્નાયુઓના દુખાવામાં નિશ્ર્ચિત જ પરિણામ આપે છે. સાઇટ્રોલીન લેક્ટિક એસિડ ને દૂર કરવામાં સહુથી શ્રેષ્ઠ પરિણામ આપતું તત્વ છે. આ લેક્ટિક એસિડનો ભરાવો જ પીડા પેદા કરતો હોય છે. તરબૂચના રસમાંથી સ્નાયુઓને ઓક્સિજન મળે છે જે છેવટે શાંતિનો અહેસાસ કરાવે છે.
6. પાચનમાં મદદ કરે છે અને કબજિયાત દૂર કરે છે
7. સગર્ભા સ્ત્રીઓ માટે તે એક વરદાન છે
ગર્ભાવસ્થા દરમિયાન જોવા મળતી હાર્ટબર્નને સમસ્યાને તરબૂચના રસનું સેવન સરળ બનાવે છે, તે મોર્નિંગ સિકનેસ દૂર કરે છે. તેમાં રહેલા ખનિજો આ અવસ્થા દરમિયાનના સ્નાયુઓના ખેંચાણનો ઈલાજ કરે છે. તરબૂચ સગર્ભા સ્ત્રીઓની અન્ય તકલીફોમાં પણ મદદરૂપ બને છે.
8. આંખના માકયુલાર ડીજનરેશન નામના રોગને અટકાવે છે અને મટાડે
9. અસ્થમા અટકાવે છે
વૃધ્ધો અને બાળકોના અસ્થમાના દરેક સ્વરૂપ અને દરેક અવસ્થામાં લાઇકોપીન રાહત આપે છે. તે ગભરામણ દૂર કરે છે અને વધુ ઓક્સિજન માટે અનુકૂલન સર્જે કરે છે.
10. બ્લડ પ્રેશરને નિયંત્રિત કરે છે
તરબૂચમાં સારી એવી માત્રામાં રહેલાં સાઈત્રોલીન એમિનો એસિડ ઇલેક્ટ્રોલાઇટ અને પોટેશિયમ બ્લડ પ્રેશરનું અસરકારક નિયમન કરે છે. તરબૂચ પ્રાકૃતિક સાઈટ્રોલિનનો સહુથી સધ્ધર સ્ત્રોત છે. આ સાઇટ્રોલિન રક્તચાપનું નિયમન કરતા આર્જીનીન નામના એમિનો એસિડનું પ્રમાણ વધારે છે. આમ તરબૂચનું નિયમિત સેવન બ્લડ પ્રેશરના નિયમનને આસાન બનાવે છે. હાઈ બ્લડ પ્રેશર માટે તે અતિ યોગ્ય આહાર છે.
11. ત્વચા અને કેશને નિખાર આપે છે
તરબૂચ એ વિટામિન સીનો એક સારો સ્રોત છે. આ પોષક તત્વ કોલેજન સંશ્લેષણ માટે જરૂરી છે. કોલેજેન ત્વચાને કોમળ રાખે છે અને વાળને મજબૂત બનાવે છે. એક જર્મન અધ્યયન મુજબ, લાઇકોપીન અને બીટા કેરોટિન ત્વચાને સનબર્ન સામે સુરક્ષિત કરી શકે છે. બીટા કેરોટિન ત્વચાની સોરિયાસિસ અને પાંડુરોગ જેવી સ્થિતિમાં સારો ઉપચાર મનાય છે. તરબૂચમાં રહેલું વિટામિન એ બીજું એક મહત્વપૂર્ણ પોષક તત્વ છે જે ત્વચાના સ્વાસ્થ્યમાં નોંધપાત્ર ફાળો આપે છે – તે ત્વચાના જૂના કોષોનું રીપેરીંગ કરે છે અને નવા કોષના સર્જનમાં મદદ કરે છે.
12. હાડકાનું સ્વાસ્થ્ય સુધારે છે
તરબૂચમાં રહેલું વિટામિન સી અહીં મુખ્ય ભૂમિકા ભજવે છે, કારણ કે આ પોષક તત્વ હાડકાંની આંતરિક ઇજા માટે સારું ઉપચારક છે. એક અધ્યયન સૂચવે છે કે લાઇકોપીન ઓસ્ટીયોપોરોસિસ અને અસ્થિભંગ પર અસરકારક રોક લગાવે છે. તરબૂચમાં રહેલું વિટામિન એ હાડકાની વૃદ્ધિ સાથે સંકળાયેલું છે.
વિટામિન Cથી સમૃદ્ધ તરબૂચ
13. વજન ઉતારવામાં મદદ કરે છે
સ્વાસ્થય જાળવવામાં અનેક રીતે મદદરૂપ થવા સાથે તરબૂચ બિલકુલ નિરુપદ્રવી રીતે વજન ઘટાડવામાં પણ ઉપયોગી નીવડે છે. તેમાં પુષ્કળ પાણી હોય છે.જે યોગ્ય પાચનમાં સહાય કરે છે. તેમાં કેલરી અને ફેટ બહુ ઓછાં હોય છે. પાણીની ઉંચી માત્રાના કારણે ટોક્સીનને તે ઝડપથી અને સહેલાઈથી શરીરની બહાર ફેકે છે, જે આખરે વજન ઘટાડવામાં ફાળો આપી શકે છે. તડબૂચની એક ચીરમાં ફક્ત 86 કેલરી હોય છે, 1 ગ્રામ કરતા ઓછી ચરબી હોય છે, અને કોલેસ્ટ્રોલ બિલકુલ હોતું નથી. તે 22 ગ્રામ કાબ્ર્સ અને દૈનિક જરૂરિયાતના 5% ફાઇબર પૂરા પાડે છે, તે ચરબી બર્નિંગ અને વજન ઘટાડવા માટે ઉત્તમ આહાર બની રહે છે.
14. કિડનીની કામગીરીને મદદ કરે છે
પોટેશિયમનું પ્રમાણ આ ફળમાં ઘણું ઓછું હોવાથી કિડનીના દર્દીઓ માટે તે અન્ય ફ્રૂટ કરતા વધુ સલામત છે. જો કે એલોપેથીક કે આયુર્વેદિક સારવાર લેતા કિડનીના દર્દીઓ તરબૂચ કે પોટેશિયમ વાળા અન્ય ફ્રૂટ ન લે તે જ આદર્શ માર્ગ છે.
15. રોગપ્રતિકારક શક્તિને મજબૂત બનાવે છે
તરબૂચ વિટામિન સીથી સમૃદ્ધ હોવાથી શરીરની રોગપ્રતિકારક શક્તિ મજબૂત થાય છે. તેમાં વિટામિન ઇ6 પણ શામેલ છે જે રોગપ્રતિકારક પ્રણાલીને એન્ટિબોડીઝ પેદા કરવામાં મદદ કરે છે. લાલ રક્તકણોની રચનામાં પણ આ વિટામિન મદદ કરે છે. ફળમાં વિટામિન એ હોય છે જે રોગપ્રતિકારક શક્તિનું નિયમન કરે છે અને આમ શરીરને ચેપથી સુરક્ષિત કરે છે.
16. ડાયાબિટીઝની સારવારમાં મદદ કરે છે
તરબૂચ અને ડાયાબિટીસ વચ્ચે શું કડી છે? અલબત્ત તરબૂચનો ગ્લાયસિમિક ઇન્ડેક્સ ઉચો છે પરંતુ તેમાં ગ્લાયસિમિક લોડ ઘણો ઓછો છે. (એ મૂલ્ય જેના દ્વારા કોઈ ચોક્કસ ખોરાક વ્યક્તિના લોહીમાં ગ્લુકોઝનું સ્તર વધારે છે) અને તેથી તે ડાયાબિટીસના દર્દીઓ માટે જોખમી નથી. નાઇજીરીયામ હાથ ધરવામાં આવેલા એક અધ્યયનમાં તરબૂચમાં એન્ટિ ડાયાબિટીક ગુણધર્મો હોવાનું જાણવા મળ્યું છે. બીજા અધ્યયનમાં તરબૂચ પોમેક જ્યુસમાં ડાયાબિટીસના રાહત આપતા ગુણ હોવાનું કહેવામાં આવ્યું છે. તે બ્રાઉન એડિપોઝ ટીશ્યુના સમૂહમાં વધારો કરે છે અને વધારે પડતા સફેદ ચરબીવાળા સમૂહને ઘટાડે છે, જે છેવટે શુગરનું પ્રમાણ ઘટાડે છે. તેમ છતાં, આ સંદર્ભમાં તમારા અંગત ચિકિત્સકની સલાહ લેવી યોગ્ય છે, કારણ કે કેટલાક નાના-નાના અભ્યાસોએ અલગ તારણો પણ રજૂ કર્યા છે.
17. ખાસ કરીને પુરુષોની જાતીય ક્ષમતામાં નોંધપાત્ર વધારો કરે છે
તરબૂચમાં રહેલું એમિનો એસિડ સાઇટ્રોલિન રક્ત વાહિનીઓને સ્થિતિસ્થાપક બનાવે છે. આ બાબત પુરુષને સમાગમ સમયે ઇન્દ્રિયનું સંપૂર્ણ ઉત્થાન આપે છે. સાઇત્રોલિન આપણા શરીરમાં પ્રવેશ્યા પછી તેનું આર્જિનાઇનમાં રૂપાંતર થાય છે જે રક્તવાહિનીઓને સ્થિત્સ્થપકતા આપનાર નાઇટ્રિક ઓક્સાઈડનું પ્રારંભિક રૂપ છે. પુરુષ ઇન્દ્રિયના મહત્તમ ઉત્થાન બાબતે ખોરાક વાટે મળતું પ્રાકૃતિક સાઈત્રોલિન આશીર્વાદ રૂપ છે. આ સાથે જ તરબૂચમાં રહેલા ફાઈટો ન્યુટ્રીઅન્ટ સંયોજન તરબૂચને એક સંપૂર્ણ પ્રાકૃતિક કામોત્તેજક ઔષધ બનાવી દે છે
18. કોષના નુકસાનને અટકાવી શકે છે
તરબૂચ લાઇકોપીનથી સમૃદ્ધ હોવાના કારણે હૃદય રોગનું કારણ બનતા કોષીય નુકશાનને ખાળી શકે છે.
19. લું લાગવા સામે રક્ષણ આપે છે
તરબૂચમાં પાણીની ઉંચી માત્રા હોય છે જે હાઇપરથર્મિયાને અટકાવવામાં મદદ કરે છે. લુંને લગતી ચાઈનીઝ દવાઓમાં તેનો ઉપયોગ થાય છે. તરબૂચ એવા થોડાં ફળોમાંથી એક છે જે ગરમીને ટક્કર આપે છે, ચીડિયાપણું દૂર કરે છે અને તરસ બુઝાવે છે. તેના વિશિષ્ટ સંયોજન ગરમીના થાકને પણ દૂર કરે છે.
20. પેઢાનું સ્વાસ્થય સુધારે છે.
તરબૂચમાં રહેલું વિટામિન સી રક્ત કેશિકાઓ અને પેઢાને સ્વસ્થ રાખે છે. તેમાં રહેલું વિટામિન સી મોંમાં રહેતા બેક્ટેરિયાને પણ મારી શકે છે જે અન્યથા દાંત અને પેઢાંના રોગની સ્થિતિ ઉભી કરે શકે છે.
21. ઊર્જાનું સ્તર સુધારે છે