CM જૂનાગઢ પધાર્યા હોય ત્યારે લોકોની અપેક્ષા
કોંગ્રેસ – આપના આગેવાનો અટકાયત સાથે નજર કેદ: સામાજિક આગેવાનો દ્વારા રજૂઆત કરાઇ
ખાસ-ખબર સંવાદદાતા
જૂનાગઢ આજરોજ મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલની જૂનાગઢ મુલાકાતે પધારીને શહેર ના વિકાસ કાર્યોના વિવિધ પ્રકલ્પોનું લોકાર્પણ- ખાતમુહૂર્ત કર્યું હતું એ સમયે શહેરના અનેક લોકો દ્વારા મુખ્યમંત્રીને શહેરની રજૂઆત સાથે વિપક્ષ દ્વારા વિરોધ પ્રદર્શન કરી વિરોધ કરે તે પેહલા અટકાયત સાથે નજર કેદ કરી દેવામાં આવ્યા હતા.
- Advertisement -
યોગીભાઈ પઢીયારની રજૂઆત
ઉપરકોટ કિલ્લામાં સતિના થાપા અને તે અંગેનું લખાણની વિગતો ઉજાગર થઇ છે જેની પુરાતત્વ વિભાગ પાસે ખાઇ કરાવવી માન્યતા આપવી. તેમજ ઉપરકોટનો કિલ્લોએ ખુબજ પ્રાચિન સમયથી અસ્થિત્વ ધરાવે છે અનેક રાજાઓએ તેના સમયકાળમાં તેમા સુધારા વધારા કરાવ્યા હતા. ઉપરકોટ કિલ્લામાં હાલ નવીનીકરણ દરમ્યાન એક બંધ થયેલ ગુપ્ત દરવાજો મળી આવેલ છે જેનુ પૌરાણીક નામ ગિરનાર દરવાજો હતુ તેની એક દિવાલ પર રા વંશના સમય પછી મુસ્લિમ આક્રમણખોર મહમદ બેગડાના સમય દરમિયાન ત્યારના શાસકોની ક્ષત્રિય રાજપૂત રાણીઓએ જોહર કર્યાના પ્રમાણ (પુરાવા) મળ્યા છે. જે દિવાલોના પથ્થર પર સતી થાપાના નિશાન જોવા મળે છે જેમાં સંવત 1518 દર્શાવેલ છે જે વાંચી શકાય છે અને જોઇ પણ શકાય છે. જે આપ નિહાળી પુરાવત્વ વિભાગ પાસે તેને પ્રમાણિત કરાવી માન્યતા અપાવો જેથી કરીને જે રીતે રાજસ્થાન ચિતોડગઢના ઐતિહાસીક કિલ્લાને રાણી પદ્મમાવતીજીનુ નામ જોડાયેલુ છે તેજ રીતે આ આધારો સનાતન હિન્દુ સંસ્કૃતિને ઉજાગર કરનાર બની રહેશે. જેનાથી આપણો ઐતિહાસીક વારસો જળવાઇ રહેશે. તેવી અનેક ઇતિહાસની રજૂઆત કરાઇ છે.
સામાજિક આગેવાન અમૃત દેસાઈની રજૂઆત
આદરણીય મુખ્યમંત્રીશ્રીને નમ્ર અને વિવેકી વિનંતિ કરી એ કે આજે આપ શ્રી ના વરદ હસ્તે ઉપરકોટ કિલ્લા ના રિનોવેશન બાદ લાઈટ એન્ડ સાઉન્ડશોનું લોકાર્પણ થનાર છે ત્યારે અગાઉ તા. 22 ફેબ્રુઆરી 2014 ના રોજ પણ લાઈટ એન્ડ સાઉન્ડશોનું લોકાર્પણ કરવામાં આવેલ હતું તત્કાલીન મહેસુલ મંત્રી આનંદીબેન પટેલે અંબાજી ખાતે થી વર્ચ્યુઅલ લોકાર્પણ કરેલ ત્યારે કમનસીબે અને લોકલ ફોટા પડાવવા પડાપડી કરતા નેતા ઓને કારણે તેમજ જાળવણીના અભાવે થોડા સમય મા આ લાઇટ એન્ડ સાઉન્ડ સિસ્ટમ ચોરી થઈ અને ફરી ઉપરકોટ ખંડેર બની ગયો હતો ઈતિહાસ નું પુનરાવર્તન ન થાય તે માટે અને રાજ્ય સરકારના કરોડો રૃપિયા વેડફાઈના જાય એટલા માટે જાળવણી ની જવાબદારી નક્કી કરવામાં આવે સાથે સાથે ઉપરકોટ કિલ્લા ની બહાર ની દિવાલ કે જેમાં અગાઉ 2004મા ટ્રીટમેન્ટ સિસ્ટમથી ઝાડી ઝાંખરા દુર કરવામાં આવ્યા હતા પરંતુ હાલ બહાર ની દિવાલ ખુબ ખરાબ હાલત માં છે જે અંગે પણ રાજ્ય સરકાર દ્વારા રકમ ફાળવવામાં આવે અને સંપૂર્ણ કિલ્લા ને સાચા અર્થમાં ઐતિહાસિક કિલ્લા તરીકે ટુરિઝમ હરોળમાં આવી શકે એ અંગે યોગ્ય કરવાની અપેક્ષા રાખી છીએ તેમ જણાવ્યું હતું.
કોંગ્રેસ પરિવારનું તેમના ઘર કોંગ્રેસ ભવન માંથી અટકાયત
આજ રોજ જૂનાગઢ શહેર માં આપડે ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ આવી રહ્યા છે તે પૂર્વે જૂનાગઢ ગાંધી ચોક ખાતે કોંગ્રેસ ભવનેથી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ ભરત અમિપરા, જિલ્લા મહામંત્રી વી.ટી.સિડા, કોર્પોરેટર લલિતભાઈ પરસાણા, કોંગ્રેસ અગ્રણી મનોજભાઈ જોશી, જિલ્લા એનએસયુઆઈ પ્રમુખ યુગભાઈ પુરોહિત, જૂનાગઢ શહેર યુથ પ્રેસિડેન્ટ અક્ષ્યભાઈ ડાંગર, મહિલા પ્રદેશ કોંગ્રેસ અગ્રણી સારદબેન્ન સાથીરિયા, મહામંત્રી શ્રી પ્રતાપભાઈ ભરાડ, કોંગ્રેસ અગ્રણી શ્રીફિરોજભાઈ નાયબ, ચિરાગભાઈ ભાલાની, અગ્રણી શ્રી ગાંડું ભાઇ ઠેસિયા, અગ્રણી રજીયાબેન ,અગ્રણી સાજીદભાઈ હાલા , બિપીનભાઈ ઠુમર, અરવિંદભાઈ રાબડીયા, ભગાભાઇ બારડ, કેશુભાઈ ઓડેદરા, પી ડી પુરોહિત, સવારે 10.30 કલાકે અટકાયત કરી એવું સાબિત કર્યું છે કે આ ચાલુ વરસાદે ડામર રોડ કરતી નાકામિયાબ સરકાર આમજનતા ના હિતાર્થે કોઈ પણ મુદા સાંભળવા મંગાતાજ નથી તેવી રજૂઆત કરે તે પેહલા કોંગ્રેસ આગેવાનોની પોલીસે અટકાયત કરી હતી.
- Advertisement -
આમ આદમી પાર્ટી ના આગેવાનો નજર કેદ
આજરોજ જૂનાગઢની જનતા પોતાના પ્રશ્ર્નો સરકાર સુધી પહોંચી શકે તે માટે પોતાના સુખ દુ:ખના સાથી એવા આમ આદમી પાર્ટી જૂનાગઢ મહાનગર ના સંગઠન મારફત રજૂઆત કરવાની હતી ત્યારે સરકારશ્રીના આદેશને અનુસરી અને સવાર થીજ આમ આદમી પાર્ટી જુનાગઢ મહાનગર ના હોદ્દેદારો તેમજ કાર્યકરોને તેમના ઘરેથી જ અટકાયતના પગલાં લેવામાં આવ્યા. જેમાં પ્રદેશ મહિલા પ્રમુખ રેશમાબેન પટેલ, શહેર પ્રમુખ તુષાર સોજીત્રા ,શહેર પ્રભારી પ્રવીણભાઈ મકવાણા, શહેર યુવા પ્રમુખ ધ્રુમિલભાઈ રૂપારેલીયા તેમજ શહેર લઘુમતી મોરચા પ્રમુખ આફતાબભાઈ શેખ સહીત આપના કાર્યકરો અટકાયત કરી નજર કેદ કર્યા હતા તેની સાથે જિલ્લાના હોદ્દેદારો પ્રફુલભાઈ મોણપરા, ભાવેશભાઈ કાતરીયા, અશોકભાઈ ઘોશિયા, અઝીમભાઈ ટાંક, હિરેનભાઈ કારિયા, કેતનભાઇ લુણાગરિયા, મુકેશભાઈ કવા, પી એલ રવિપરા, કનુભાઈ બોરીચા, સંજયભાઈ પાથર, યોગેશભાઈ બાલસ, ભરતભાઈ બોરીચા, જીવનભાઈ મકવાણા જે તમામને પોલીસ હેડ ક્વાર્ટર થી પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે રાખવામાં આવેલ અને આ રીતે જનતાનો અવાજ દબાવવાનો વખોડવા લાયક પ્રયાસ કરાયેલ છે.