વડાપ્રધાન નરેન્દ્ર મોદી રવિવારે પાપુઆ ન્યૂ ગિનીની રાજધાની મોરેસ્બી પહોંચ્યા હતા. જ્યાં તેમનું ખૂબ જ સ્વાગત કરવામાં આવ્યું હતું.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી રવિવારે પાપુઆ ન્યૂ ગિનીની રાજધાની મોરેસ્બી પહોંચ્યા હતા. જ્યાં તેમનું ખૂબ જ સ્વાગત કરવામાં આવ્યું હતું. વડાપ્રધાન નરેન્દ્ર મોદીને જોઈને સેંકડો લોકોએ હર હર મોદી અને ઘર ઘર મોદીના નારા લગાવ્યા હતા. ભીડમાં એક વ્યક્તિએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને તેમના દિવંગત માતા હીરાબેનનું પોસ્ટર આપ્યું હતું, જેમાં તેઓ હીરાબેનના ચરણોમાં બેઠેલા જોવા મળી રહ્યા હતા. પાપુઆ ન્યૂ ગિનીના વડાપ્રધાન જેમ્સ મારાપે વડાપ્રધાન મોદીને પગે લાગ્યા હતા અને તેમના આશીર્વાદ લીધા હતા.
- Advertisement -
આબાલ વૃદ્ધ તમામ લોકોએ કર્યું સ્વાગત
વડાપ્રધાન નરેન્દ્ર મોદીને શુભકામનાઓ આપવા માટે તમામ ઉંમરના લોકો એકત્ર થયા હતા. અનેક લોકોએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે સેલ્ફી લીધી. ભારતીય સમુદાયના કેટલાક સભ્યોએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને તેમના દિવંગત માતા હીરાબેનનું પોસ્ટર આપ્યું હતું, જેમાં તેઓ હીરાબેનના ચરણોમાં બેઠેલા જોવા મળી રહ્યા હતા. મોરેસ્બી એરપોર્ટ પર પાપુઆ ન્યૂ ગિનીના પ્રધાનમંત્રી જેમ્સ મારાપે વડાપ્રધાન મોદીને પગે લાગ્યા હતા અને તેમના આશીર્વાદ લીધા.
Some more glimpses from a very special welcome in Papua New Guinea. pic.twitter.com/uHFCV2j0FA
— Narendra Modi (@narendramodi) May 21, 2023
- Advertisement -
ગાર્ડ ઓફ ઓનર
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવ્યું. પાપુઆ ન્યૂ ગિનીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો પહેલો પ્રવાસ છે. પહેલીવાર ભારતના વડાપ્રધાનની ઈન્ડો પેસિફિક દેશની પહેલી યાત્રા છે.
The Indian community in Papua New Guinea came in large numbers and showed remarkable affection. Thankful to them for the memorable welcome. pic.twitter.com/K1BT4RGe7B
— Narendra Modi (@narendramodi) May 21, 2023
‘વડાપ્રધાન જેમ્સ મારાપેનો આભારી’
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ટ્વિટ કરીને જણાવ્યું છે કે, ‘એરપોર્ટ સ્વાગત કરવા માટે વડાપ્રધાન જેમ્સ મારાપેનો આભારી છું. આ આદર અને સમ્માન ખૂબ જ મહત્ત્વપૂર્ણ બાબત છે, જે હંમેશા યાદ રહેશે. આ યાત્રા દરમિયાન ભારતના સંબંધોને પ્રોત્સાહન આપવા માટે ખૂબ જ ઉત્સુક છું.’ સામાન્ય રીતે સૂર્યાસ્ત પછી કોઈપણ નેતાનું ઔપચારિક સ્વાગત કરતું નથી, પરંતુ વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું ઔપચારિક સ્વાગત કરવામાં આવ્યું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી FIPICના ત્રીજા શિખર સંમેલનની મેજબાની કરશે.