ખાસ-ખબર સંવાદદાતા
ધારાસભ્ય ડો. દર્શિતા શાહ, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન જયમીનભાઈ ઠાકર, મનિષભાઈ રાડીયા સહિતના અધિકારીઓના હસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવ્યુ
વોર્ડ નં. 2માં રેસકોર્સ રીંગ રોડ પર આવેલી કલ્યાણ સોસાયટીમાં ડામર રી-કાર્પેટ કામનું તેમજ વોર્ડ નં. 2માં એરપોર્ટ મેઈન રોડ પર રેસકોર્સ રીંગ રોડથી હનુમાન મઢીવાળા રોડ બંને સાઈડ પેવિંગ બ્લોક નાખવાના કામનું ખાતમુહૂર્ત કરવામાં
આવ્યું હતું.
વોર્ડ નં. 2માં આવેલી કલ્યાણ સોસાયટીમાં ડામર રી-કાર્પેટ કામનું તેમજ વોર્ડ નં. 2માં રેસકોર્સ રીંગ રોડથી હનુમાન મઢીવાળા રોડની બંને સાઈડ પેવિંગ બ્લોક નાખવાના કામનું ખાતમુહૂર્ત 69 વિધાનસભા ધારાસભ્ય ડો. દર્શિતા શાહ, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન જયમીનભાઈ ઠાકર, શાસક પક્ષ દંડક મનિષભાઈ રાડીયા, રાજકોટ શહેર ભાજપ મહામંત્રી ડો. માધવ દવે તેમજ વોર્ડ નં. 2ના કોર્પોરેટર મીનાબા જાડેજાના વરદહસ્તે કરવામાં આવ્યું હતું.
- Advertisement -
વોર્ડ નં. 2માં આવેલી કલ્યાણ સોસાયટીમાં ડામર રી-કાર્પેટ કામના તેમજ વોર્ડ નં. 2માં રેસકોર્સ રીંગરોડથી હનુમાન મઢીવાળ રોડની બંને સાઈડ પેવિંગ બ્લોક નાખવાના કામના ખાતમુહૂર્ત પ્રસંગે વોર્ડ નં. 2ના પ્રભારી કુલદીપસિંહ જાડેજા, વોર્ડ નં. 2ના પ્રમુખ રાજેન્દ્રસિંહ ગોહિલ, વોર્ડ નં. 2ના મહામંત્રી કૌશિકભાઈ અઢિયા, જયરાજસિંહ જાડેજા, અનિલભાઈ મકવાણા, પુષ્પક જૈન, જે. ડી. બુધેલીયા, પંકજભાઈ જોષી, ભરતભાઈ કાઠી, ધર્મેન્દ્રભાઈ મીરાણી, રાજુભાઈ જોશી, ચેતનભાઈ રાવલ, સંજયભાઈ મિયાત્રા, અશભા વાઘેલા, વિલાસગીરી ગોસ્વામી, દીપકભાઈ ભટ્ટ, દીપાબેન કાચા, દેવયાનીબેન રાવલ, ભાવનાબેન, અમીબેન પારેખ, પલ્લવીબેન ચૌહાણ, સીમાબેન અગ્રવાલ, જસુમતીબેન, સીમાબેન અગ્રવાલ, ભારતીબેન પંડ્યા તેમજ બહોળી સંખ્યામાં વિસ્તારવાસીઓ ઉપસ્થિત રહ્યા હતા.