ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ, તા.15
રાજકોટ મહાનગરપાલિકા દ્વારા રાજકોટ શહેરના નાગરિકોને શહેરના ટ્રાફિક તેમજ પ્રદૂષણથી દૂર એક રમણીય તેમજ કુદરતી વાતાવરણ મળી રહે તે માટે વોર્ડ નં. 15માં આજી ડેમ નેશનલ હાઈવે લાગુ, પંપ હાઉસના પાછળના ભાગે કુલ રૂા. 103 લાખના ખર્ચે મિયાવાંકી થીમ પદ્ધતિથી અર્બન ફોરેસ્ટ વિકસાવવાના કાર્યક્રમનો શુભારંભ મેયર નયનાબેન પેઢડીયાના હસ્તે કરવામાં આવ્યો હતો.
- Advertisement -
આ અર્બન ફોરેસ્ટ સદ્ભાવના વૃદ્ધાશ્રમ (માનવ સેવા ચેરિટેબલ ટ્રસ્ટ) દ્વારા મિયાવાંકી અર્બન ફોરેસ્ટમાં બે પદ્ધતિથી આશરે 1,51,550 વૃક્ષોનું વાવેતર કરી વિકસાવવામાં આવનાર છે. અર્બન ફોરેસ્ટમાં વૃક્ષોનું વાવેતર કરવાની કામગીરીમાં વૃક્ષોના વાવેતર કરી 4 વર્ષ જાળવણી કરવામાં આવનાર છે. આ કાર્યક્રમમાં મેયર નયનાબેન પેઢડીયા, ડેપ્યુટી મેયર નરેન્દ્રસિંહ જાડેજા, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન જયમીન ઠાકર, શાસક પક્ષ દંડક મનીષભાઈ રાડીયા, રાજકોટ શહેર ભાજપ મહામંત્રી અશ્ર્વિનભાઈ મોલિયા, બાગ બગીચા અને ઝૂ સમિતિના ચેરમેન સોનલબેન સેલારા, શિશુ કલ્યાણ અને ખાસ ગ્રાંટ સંચાલિત યોજનાઓ અને અગ્નિશામક દળ સમિતિ ચેરમેન દિલીપભાઈ લુણાગરીયા, વોર્ડ નં. 15ના પ્રમુખ મયુરભાઈ વજકાણી, રાજકોટ મહાનગરપાલિકાના ગાર્ડન સુપ્રિ. આર. કે. હીરપરા, ગાર્ડન શાખાના અધિકારી- કર્મચારીઓ, અગ્રણી જીતુભાઈ સેલારા સહિતના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા.