ખાસ-ખબર સંવાદદાતા
વાંકાનેર નગરપાલિકામાં વિકાસ કામોની અણઆવડત, ફંડ હોવા છતાં કામ શરૂ ન કરવા સહિતના મુદે પાલિકાના સભ્યોને સરકાર દ્વારા જે તે સમયે નોટિસ ફટકારવામાં આવી હતી કે પાલિકાને સુપરસીડ શા માટે ન કરવી એ નોટિસનો કોઈ જવાબ ન મળતાં અંતે શનિવારે મોડી રાત્રે રાજ્ય સરકારના શહેરી વિકાસ વિભાગ દ્વારા વાંકાનેર નગરપાલિકાને સુપરસીડ જાહેર કરવામાં આવી હતી અને પ્રમુખ, ઉપપ્રમુખ, સભ્યો સહિતની બોડીને રદ કરવામાં આવી હતી તેમજ વહીવટદારની નિમણૂંક કરવાની જાહેરાત કરવામાં આવી હતી અને જ્યાં સુધી નવી ચૂંટણીની જાહેરાત ન થાય ત્યાં સુધી વહીવટદાર શાસન સંભાળશે તેવી વ્યવસ્થા કરવામાં આવી છે જે અનુસંધાને વાંકાનેર નગરપાલિકાના વહીવટદાર તરીકે વાંકાનેરના જ મામલતદાર ઉત્તમ વી. કાનાણીની નિમણૂક કરવામાં આવી છે જે હવે વાંકાનેર નગરપાલિકાની જ્યાં સુધી ચૂંટણી નહીં થાય અને નવી બોડીની નિમણુંક નહીં થાય ત્યાં સુધી વહીવટદાર તરીકેનો કારભાર સંભાળશે.
વાંકાનેર નગરપાલિકા સુપરસીડ થતા મામલતદારને બનાવાયા વહીવટદાર
