આરોગ્યના ખર્ચમાં 4.13%નો અને શિક્ષણમાં 3.57%નો વધારો નોંધાયો
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
મોંઘવારીએ લોકોની કમર તોડી નાંખી છે. જનજીવનમાં ઉપયોગમાં લેવાતી એવી કોઈ વસ્તુ બાકી નથી, જેને મોંઘવારી અડી ન હોય. ત્યારે ગુજરાતમાં સરેરાશ કુલ 5.18 ટકા મોંઘવારી નોંધાઈ છે. દેશમાં સૌથી વધુ મોંઘવારી ઓરિસ્સામાં નોંધાઈ છે. બીજા નંબરે બિહાર અને ત્રીજા ક્રમે કર્ણાટક છે. દેશમાં હાલ મોંઘવારી અને બેરોજગારી આસમાને છે. દેશમાં મોંઘવારીનો દર 5.08 ટકા આંબો ગયો છે. અત્યાર સુધી જે વસ્તુ 100 રૂપિયામાં મળતી હતી, તે ખરીદવા માટે ગુજરાતમાં 105 રૂપિયા અને 18 પૈસા વધુ નાંખવા પડે છે. જે બતાવે છે કે ગુજરાતમાં મોંઘવારી કેટલી વધી ગઈ છે. આ કારણે રોજિંદી રોજગારી કરીને પેટિયુ રળતા લોકો માટે હવે જીવન જીવવુ દુષ્કર બની જશે. કઠોળના ભાવ એટલે વધી ગયા છે, લોકોની થાળીમાંથી કઠોળ ગાયબ થઈ રહ્યાં છે. કઠોળના ભાવમાં 16.07 ટકાનો વધારો થયો છે.
- Advertisement -
દેશમાં ક્ધઝ્યુમર ફૂડ પ્રાઈઝ ઈન્ડેક્સ 9.36 ટકા સુધી પહોંચી ગયો છે. ગુજરાત સહિત દેશના લગભગ તમામ રાજ્યોમાં વધતા ઓછા અંશે ચીજવસ્તુઓના ભાવમાં બેફામ વધારો ઝીંકાયો છે. લોકોને સારવાર કરાવવી અને સંતાનોને શિક્ષણ આપવું પણ દુષ્કર બની રહ્યું છે. શિક્ષણનો ખર્ચ ગરીબ અને મધ્ય વર્ગીય પરિવાર માટે ખર્ચાળ બન્યું છે.
કઈ વસ્તુઓના ભાવમાં કેટલો વધારો થયો
કઠોના ભાવમાં 16.7%નો વધારો
અનાજ અને તેની બનાવટોના ભાવમાં 8.75%નો વધારો
ખોરાક અને વિવિધ પીણાના ભાવમાં 8.36%નો વધારો
ફળફળાદીના ભાવમાં 7.15%નો વધારો
ખાંડના ભાવમાં
5.83%નો વધારો
પ્રિપેડ મિલ્ક, સ્નેક્સ, સ્વીટના ભાવમાં 3.49%નો વધારો
દૂધ અને તેની બનાવટના ભાવમાં 3%નો વધારો
- Advertisement -
દેશમાં સૌથી ઓછી મોંઘવારી દિલ્હીમાં 2.18% અને ઉત્તરાખંડમાં 2.89%
કયા રાજ્યમાંકેટલી મોંધવારી
ગુજરાતમા ગ્રામ્યમાં 5.49 ટકા
ગુજરાતમાં શહેરમાં 4.93 ટકા
પ્રથમ ક્રમે ઓરિસ્સામાં 7.22 ટકા
બીજા ક્રમે બિહાર 6.37 ટકા
ત્રીજા ક્રમે કર્ણઆટક 5.96 ટકા
ચોથા ક્રમે આંધ્રપ્રદેશ 5.87 ટકા
પાંચમા ક્રમે કેરળ 5.83 ટકા
છઠ્ઠા ક્રમે રાજસ્થાન 5.83 ટકા
સાતમા ક્રમે આસામ 5.67 ટકા
આઠમા ક્રમે તેલંગાના 5.49 ટકા
નવમા ક્રમે હરિયાણા 5.41 ટકા
દસમા ક્રમે ઉત્તર પ્રદેશ 5.40 ટકા