સોશિયલ મીડિયાનું પ્લેટફોર્મ બન્યું રાજકીય અખાડો
ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ, તા.20
- Advertisement -
જૂનાગઢ દેશ ભરમાં ચૂંટણી જંગ જામ્યો છે ત્યારે આજના આધુનિક ટેકનોલોજી યુગમાં સૌથી સેહલું હથિયાર સોશિયલ મીડિયાનું પ્લેટફોર્મ જોવા મળી રહ્યું છે જેમાં શોસ્યલ પ્લેટફોર્મ જાણે રાજકીય અખાડો બની ગયું હોઈ તેવું જોવા મળી રહ્યું છે.જેમાં સાચા – ખોટા મેસેજની ભરમારથી મટાડરો ભ્રામક બન્યા હોઈ તેવો ઘાટ સર્જાયો તેવું જોવા મળી રહ્યું છે.જેમાં કંઈકને કંઈક અવનવા ગતકડાં સાથે જુના વિડિઓ સાથે ખોટા મેસેજ કરી લોકોને અવળે પાટે ચડે તેવા પ્રયત્નો થઇ રહ્યા છે.ત્યારે બંને મુખ્ય પક્ષના ટેકેદારો દ્વારા શોસ્યલ પ્લેટફોર્મમાં ચૂંટણી જંગનો અખાડો બન્યું હોઈ તેવું જોવા મળી રહ્યો છે. સમગ્ર દેશમાં લોકસભા અને પેટા ચૂંટણી યોજાઈ રહી છે ત્યારે ભાજપ – કોંગ્રેસ અને અન્ય પક્ષો ચૂંટણી મેદાનમાં ઉતર્યા છે એવા સમયે મુખ્ય પક્ષોના ટેકેદારો અને કાર્યકરો પાસે સૌથી સેહલું હથિયાર છે એ સોશિયલ પ્લેટફોર્મ જેમાં વોટ્સએપ, ફેસબુક, યુટ્યુબ, ઇન્સ્ટાગ્રામ અને ટ્વીટરનો મહત્તમ ઉપયોગ જોવા મળી રહ્યો છે જેમાં જુના વિડિઓ કાઢીને પૂળા ઉપાડવામાં આવી રહ્યા છે
જેના લીધે આવા ભ્રામક પ્રચારથી લોકો અવઢવમાં આવી જતા હોઈ છે.જેમાં નેતાઓના જુના ભાષણ સાથે બફાટના વિડિઓની ભરમાર જોવા મળી રહી છે એક તરફ હાલની પરિસ્થિતિ કોરાણે મૂકી જુના વિડિઓ ફોટા મૂકીને ભ્રામક પ્રચાર થતો જોવા મળી રહ્યો હોઈ તેવું લાગી રહ્યું છે.સત્ય થી વેગળા મેસેજ પણ સામે આવી રહ્યા છે. ચૂંટણી સમયે ઘણી એવી બધી એજન્સી કામે લાગી છે કે, રૂપિયા લઈને કામ કરે છે અને જેતે પક્ષનો પ્રચાર કરે છે જેમાં ઓડીઓ કલીપનો પણ સમાવેશ થાય છે.એક તરફ સામાન્ય વ્યક્તિને કોલ આવે છે અને ત્યાર બાદ ફોન પર ચર્ચા થાય છે જેમાં કોઈ પણ પક્ષની કાપવામાં આવે છે અને બેફામ વાણી વિલાસ થાય છે. તેવી ઓડીઓ ક્લિપો પણ શોસ્યલ પ્લેટફોર્મ પર જોવા મળી રહી છે.
આવી ઓડીઓ કલીપ થકી મતદારોના માનસ પર અસર કરે છે.જેના લીધે ઘણી વાર મતદાર મુંજાઈ જાય છે જયારે સામાન્ય નાગરિકોએ સોશિયલ મીડિયા પર આવતા આવા મેસેજ વિડિઓ કે ઓડીઓ કલીપની ખરાઈ કર્યા વિના આવા ખોટા મેસજ થી બચવું જોઈએ અને આવા ભ્રામક પ્રચારથી લોકોએ પણ સાવચેત રેહવું જોઈએ તેમ તટસ્થ લોકો માની રહ્યા છે. એક તરફ લોકસભા ચૂંટણી રણ મેદાન બન્યું છે બીજી તરફ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પણ રણ મેદાન બન્યું છે જે રીતે ટેકનોલોજીના યુગમાં આજનો યુવા વર્ગ વધુ સંકળાયેલ જોવા મળે છે. ત્યારે હકીકત વાળા અને સાચા મેસેજ બાજુએ રહી જાય છે અને નેગેટીવ મેસેજ તુરંત ફેલાઈ જાય છે માત્ર મિનિટોમાં એક મેસેજ સોશિયલ પેલ્ટફોર્મના માધ્યમ થકી લાખો અને કરોડો સુધી એક આંગળીના ટેરવે પોહચી જાય છે
- Advertisement -
ત્યારે સત્ય હકીકત અને સાચી વાત દબાઈ જાય છે.આ લોકસભાની ચૂંટણી દેશ અને રાષ્ટ્રનું ભાવિ નક્કી થતું હોઈ છે ત્યારે આવા સમયે શોસ્યલ મીડિયા પર ભરોશો કેટલો વ્યાજબી એ પણ એક સવાલ છે. જોકે ચૂંટણી પંચ અને પોલીસ સાઇબર સેલ તકેદારી રાખીને નજર રાખી રહ્યું છે ત્યારે શોસ્યલ મીડિયા પ્લેટફોર્મ એટલું વિશાળ અને મજબૂત છે કે, તેને પકડવું સેહલું નથી જેના લીધે ભ્રામક અને ખોટા પ્રચાર કરવા વાળાનો પણ દેશમાં રાફડો ફાટ્યો છે.ત્યારે મતદારો પણ સાવચેત રહી ને આવા મેસજોથી બચવું જોઈએ.