ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ, તા.29
વિસાવદર નગરપાલિકા દ્વારા વિવિધ વિસ્તારોમાં આર.એમ.ડી.ની જગ્યામાં પેવર બ્લોક નાખવાનું શરૂ કર્યું છે અને અંદાજે બે ત્રણ જગ્યાએ થોડા પેવર બ્લોક નાખી પાંચ લાખ જેવી રકમ ઉધારવાનુ ટેન્ડર આપ્યું છે એવું જાણવા મળ્યું છે.જેમા ગાયત્રી પ્લોટ રેલ્વે ફાટક પાસે, હનુમાન પરા વિસ્તારમાં જંગલ ખાતાની ઓફીસ આસપાસ આ કાર્ય કરવામાં આવશે જેમાં થોડાક બાંકડાઓ મુકી વધુ એક ભ્રષ્ટાચાર આદરવાનુ કારસ્તાન થઈ રહ્યું છે.સંલગ્ન ખાતા સાથે સંકળાયેલા એક અધિકારીને જાણ કરતા એવુ જાણવા મળ્યુ છે કે કોઈ પણ જાતની મંજૂરી વગર આ કાર્ય થઈ રહ્યું છે. આ કામ કેમ આટલી ઝડપી થઈ રહ્યું તે પણ લોકોના ચર્ચા થઈ રહી છે. જરૂરિયાત વાળી જગ્યાએ કામ કરાવવા કરતા આ નગરપાલિકાને એવી જગ્યાએ કામ કરવામાં રસ છે જ્યાં કોઈ જાતનો જનતાને લાભ નથી થતો.
વિસાવદર પાલિકા મંજૂરી વગર થતાં કામો કરવામાં માહેર: લોકોમાં અનેક ચર્ચા



