ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ, તા.2
વિસાવદર નગરપાલિકાના વહીવટદારોના ભ્રષ્ટશાસનના ચોકાવનારા આંકડાઓ બાદ એવું લાગી રહ્યું છે કે વહીવટદારો હવે અસ્થિર માનસિક સ્થિતિ ધરાવે છે કેમ કે વિસાવદરના રસ્તાઓ પહેલેથી જ ખરાબ છે પણ નવો તુક્કો જાણે અજમાવ્યો હોય એમ રાત્રીના સુમારે સારા ડામર રોડ પર રોટાવેટર ચલાવીને રોડને ખરાબ કરવાનુ શરૂ કર્યું.કેટલાક લોકોએ તો એમ કહયુ કે નગરપાલિકા લસણનો ભાવ વધારે છે એટલે મુખ્ય રસ્તાઓ પર વાવણી કરવાનું વિચારતી હશે પણ કેટલાક આગેવાનોએ આવી અને આ રોટાવેટરને અટકાવી અને જાહેરહિત માટે બંધ કરો પ્રજાને ગુમરાહ બંધ કરવા માટે હલ્લાબોલ સાથે આ હરકતને અટકાવી વખોડી નાખી હતી.વિસાવદર નગરપાલિકાના વહીવટદારોને લાગે છે મનોચિકિત્સકની સખત જરૂર છે કે જેઓ પોતાના કરેલા કૌભાંડોને કારણે અત્યારે પાગલપન કરી રહ્યા છે.મામલતદારને અસભ્યતા ભર્યા શબ્દો સાથે તુકારો કરનાર ચિફ ઓફીસર સામે કોઈ પગલાં લેવાયા કે નહીં એ લોકો પ્રશ્નો કરી રહ્યા છે.
વિસાવદર નગરપાલિકાનો નવો નુસખો: ડામર રોડ પર રોટાવેટર ચલાવતા લોકોમાં રોષ



