બાંગ્લાદેશ સામેની અંતિમ વનડેમાં વિરાટ કોહલીએ તેની કરિયરની 72મી સદી ફટકારીને ઓસ્ટ્રેલિયાના રિકી પોન્ટિંગનો રેકોર્ડ તોડ્યો છે.
બાંગ્લાદેશ સામે ચિત્તાગોંગમાં રમાઈ રહેલી ત્રીજી વન-ડેમાં વિરાટ કોહલીએ શાનદાર સદી ફટકારી હતી. સિરીઝની પ્રથમ બે વન-ડેમાં નિષ્ફળ રહ્યા બાદ વિરાટે છેલ્લી વન-ડેમાં જોરદાર ઇનિંગ્સ રમી હતી. પહેલા તો તેણે ઇશાન કિશન સાથે મળીને વિકેટ પર નજર રાખવાનું કામ કર્યું હતું. ત્યારબાદ બાંગ્લાદેશી બોલરોને ધોવાનું શરુ કર્યું હતું જેના કારણે તેણે 3 વર્ષથી ચાલી રહેલા વન ડે ક્રિકેટમાં સદીના દુષ્કાળનો અંત આણ્યો. વિરાટ કોહલીએ બાંગ્લાદેશ સામે માત્ર 85 બોલમાં પોતાની સદી પૂરી કરી હતી.
- Advertisement -
𝐂𝐄𝐍𝐓𝐔𝐑𝐘 𝐅𝐎𝐑 𝐕𝐈𝐑𝐀𝐓 𝐊𝐎𝐇𝐋𝐈 💥💯
He brings up his 44th ODI ton off 85 deliveries.
He goes past Ricky Ponting to be second on the list in most number of centuries in international cricket.
- Advertisement -
Live – https://t.co/HGnEqtZJsM #BANvIND pic.twitter.com/ohSZTEugfD
— BCCI (@BCCI) December 10, 2022
રિકી પોન્ટીંગનો રેકોર્ડ તોડ્યો
વિરાટ કોહલીએ ઓસ્ટ્રેલિયાના રિકી પોન્ટિંગનો સદીનો રેકોર્ડ તોડ્યો. રિકી પોન્ટિંગ તેની ઈન્ટરનેશનલ કરિયરમાં 71 સદી ફટકારી છે હવે કોહલીએ તેનો રેકોર્ડ તોડીને ઈન્ટરનેશનલ કરિયરની 72મી સદી ફટકારી છે અને સૌથી વધુ સદી ફટકારનાર વર્લ્ડનો બીજો ખેલાડી બન્યો છે.
સચિન તેડુલકરને નામે સૌથી વધુ ઈન્ટરનેશનલ સદી ફટકારવાનો રેકોર્ડ
ઉલ્લેખનીય છે કે ઈન્ટરનેશનલ ક્રિકેટમાં સૌથી વધુ સદી ફટકારવાનો રેકોર્ડ સચિન તેડુંલકરને નામે છે. સચિન તેડુંલકરને નામે 100 સદી ફટકારવાનો રેકોર્ડ છે. સૌથી વધુ ઈન્ટરનેશનલ સદી ફટકારનાર બીજો ખેલાડી રિકી પોન્ટિંગ છે પરંતુ હવે તે ત્રીજા સ્થાને ધકેલાયો છે. તેણે 71 સદી ફટકારી હતી પરંતુ હવે વિરાટ કોહલીએ રિકી પોન્ટિંગને પાછળ રાખીને બીજા નંબરનું સ્થાન હાંસલ કર્યું છે.
#INDvsBAN 3rd ODI | Virat Kohli hits 72nd international century to surpass Ricky Ponting, India 329/3 in 38.4 overs against Bangladesh
(Pic: BCCI) pic.twitter.com/w6apmOhpwO
— ANI (@ANI) December 10, 2022
વન ડેમાં વિરાટ કોહલીની 44મી સદી
વન ડે ક્રિકેટમાં વિરાટ કોહલીની આ 44મી સદી હતી. આ પહેલા તેણે ઓગસ્ટ 2019માં પોતાની 43મી સદી ફટકારી હતી. બાંગ્લાદેશ સામે આ તેની ચોથી સદી છે. કમાલની વાત એ છે કે વિરાટે પોતાના ઘરમાં બાંગ્લાદેશ વિરુદ્ધ ચારેય સદી ફટકારી છે.