પ્રદર્શનકારીઓને દેખો ત્યાં ઠાર કરવાના આદેશ
ખાસ-ખબર ન્યૂઝ નવી દિલ્હી
- Advertisement -
પાકિસ્તાનમાં પૂર્વ વડાપ્રધાન ઈમરાન ખાનની મુક્તિની માંગને લઈને રવિવારે શરૂ થયેલો વિરોધ હિંસક બની ગયો છે. જિયો ટીવી અનુસાર, ઈમરાન ખાનના સેંકડો સમર્થકો ઈસ્લામાબાદમાં પ્રવેશ્ર્યા છે. સેનાએ શિપિંગ ક્ધટેનર મૂકીને રાજધાની તરફ જતા હાઈવેને બંધ કરી દીધો હતો, પરંતુ પ્રદર્શનકારીઓએ લિફ્ટિંગ મશીનો અને કેટલાક હેવી મશીનોની મદદથી બેરિકેડ્સ હટાવી દીધા હતા.
પ્રદર્શનકારીઓએ શ્રીનગર હાઈવે પર સુરક્ષા દળો પર હુમલો કર્યો, જેમાં 4 સૈનિકો અને 2 પોલીસકર્મીઓ માર્યા ગયા.
આ ઘટનામાં 5 જવાનો અને 2 પોલીસકર્મી પણ ઘાયલ થયા છે. રિપોર્ટ અનુસાર, હિંસામાં અત્યાર સુધીમાં 100થી વધુ પોલીસકર્મીઓ ઘાયલ થયા છે. મોટાભાગનાની હાલત ગંભીર છે. ઈમરાન ખાનની પાર્ટીએ દાવો કર્યો છે કે હિંસક વિરોધ પ્રદર્શનમાં તેના કાર્યકરો પણ ઘાયલ થયા છે. રાજધાની ઈસ્લામાબાદમાં હિંસા રોકવા માટે કલમ 245 લાગુ કરવામાં આવી છે. પ્રદર્શનકારીઓને જોતા જ ગોળી મારવાના આદેશ આપવામાં આવ્યા છે. પાકિસ્તાની સેનાને કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે કોઈપણ વિસ્તારમાં કર્ફ્યુ લગાવવાનો અધિકાર આપવામાં આવ્યો છે.