કૂસ્તીના બે પૂર્વ દિગ્ગજ ખેલાડીઓ વિનેશ ફોગાટ અને બજરંગ પુનિયાએ આખરે કોંગ્રેસનો ‘હાથ’ પકડી લીધો છે.
કૂસ્તીના બે દિગ્ગજ ખેલાડીઓ વિનેશ ફોગાટ અને બજરંગ પુનિયા કોંગ્રેસમાં જોડાઈ ગયાં છે. દિલ્હીમાં કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખરગેની હાજરીમાં કોંગ્રેસમાં જોડાયા હતા. કોંગ્રેસમાં જોડાયાના બે દિવસ પહેલા તેઓ બન્ને રાહુલ ગાંધીને મળ્યાં હતા જે પછી તેમણે કોંગ્રેસમાં સામેલ થવાનો નિર્ણય લીધો હતો.
- Advertisement -
લડશે વિધાનસભા ચૂંટણી
વિનેશ ફોગાટ અને બજરંગ પુનિયા કોંગ્રેસની ટિકિટ પરથી વિધાનસભાની ચૂંટણી લડી રહ્યાં છે. વિનેશ ફોગાટને દાદરી બેઠક અને બજરંગ પુનિયાને બાદલી બેઠક પરથી ટિકિટ મળી શકે છે.
હરિયાણામાં ક્યારે ચૂંટણી?
- Advertisement -
હરિયાણા વિધાનસભાની ચૂંટણી 5 ઓક્ટોબરે યોજાશે. જ્યારે 8મી ઓક્ટોબરે મતગણતરી હાથ ધરાશે. પહેલા 1-4 ઓક્ટોબરે ચૂંટણી થવાની હતી પરંતુ ચૂંટણી પંચે તેમાં ફેરફાર કર્યો બિશ્નોઈ સમુદાયના મતદાન અધિકારો અને પરંપરાઓ બંનેનું સન્માન કરવા માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે. બિશ્નોઈ સમુદાયે આસોજ અમાવસ્યા પર્વમાં ભાગ લેવાની વર્ષો જૂની પરંપરા જાળવી રાખી છે. તેઓ તેમના ગુરુ જંબેશ્વરની યાદમાં તે દિવસે તહેવાર ઉજવે છે. રાજસ્થાનના નોખા તાલુકામાં છેલ્લા 490 વર્ષથી સતત આ મેળાનું આયોજન કરવામાં આવે છે.