ગીર સોમનાથ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના વરદહસ્તે જિલ્લાની નવનિર્મિત અને આયુષ્માન ભારત અને મા જેવી આરોગ્યલક્ષી યોજના હેઠળ સારવાર આવરી લેતી વિમ્સ મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. આ તકે પ્રવાસનમંત્રી મુળુભાઈ બેરા, પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલ તેમજ ધારાસભ્ય અને અગ્રણીઓ પણ જોડાયા હતાં. ગીર સોમનાથ જિલ્લાના નાગરિકોના આરોગ્ય કલ્યાણ હેતુસર વિમ્સ મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ નિષ્ણાત ડોક્ટર્સની ટીમ સાથે અદ્યતન મશીનો અને અત્યાધુનિક ઈન્ફ્રાસ્ટ્રક્ચર ધરાવતા વિવિધ 9 વિભાગ તથા હૃદયની સારવાર આપતી કેથલેબ સાથેની અદ્યતન સુવિધાઓ ધરાવે છે. આ હોસ્પિટલ જનરલ સર્જરી, ઓર્થોપેડિક, કાર્ડિયાક અને બાળરોગ, પ્રસુતિ અને સ્ત્રીરોગ જેવા વિવિધ વિભાગ અને જોઈન્ટ રિપ્લેસમેન્ટ સહિતની અદ્યતન સુવિધા પણ પૂરી પાડશે.
વેરાવળમાં વિમ્સ મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલનું ઉદ્ઘાટન CM હસ્તે કરાયું
Follow US
Find US on Social Medias