ખાસ-ખબર સંવાદદાતા
ગુજરાત રાજ્ય માધ્યમિક શિક્ષક સંઘની કારોબારીની સભા તા.5ના રોજ બરોડા ખાતે યોજાય હતી જેમાં હિસાબ, નવનિયુકત આચાર્યાશ્રીઓનો સન્માન સમારંભ તેમજ આ તકે હાજર રહેલ ગુજરાત રાજ્ય માધ્યમિક અને ઉચ્છતર માધ્યમિક શિક્ષણ બોર્ડના કારોબારી મેમ્બર જસુભાઈ રાવલ સાથે પેપર તપશવા જતા શિક્ષકો પાસે દંડ તેમજ મદ્યય્થ મૂલ્યાંકન નજીકમા ફાળવવા તે બાબતની રજૂવાત મિટિંગમા થાયેલ તેમજ જૂની પેન્શન બાબત 300 રજાનું રોક્ડ મા રૂપાંતર તેમજ વર્ગ દીઠ બેનો રેશિયો તેમજ જિલ્લા સંઘના પ્રશ્ર્ન બાબતે ચર્ચા થઈ રાજ્ય સંઘના પૂર્વ પ્રમુખ દિનેશભાઈ ચોધરી સુરેશભાઈ પટેલ રાજ્ય સંઘના અધ્યક્ષ રણજીતશીહ વાધેલા પ્રમુખ કિરીટસિંહ, મહામંત્રીએ પોતાના કારોબારી બેઠકમા વિચારો રજૂ કર્યા તેમજ આ કાર્યક્રમમા ગુરુકુળના સ્વામીએ તમામ નવિયુકત આચાર્યને સન્માનિત કરી આશિર્વચનઆપ્યા હતાઆ ગુજરાત રાજ્ય માધ્યમિક શિક્ષક સંઘ ના ઉપપ્રમુખ નિલેશભાઇ સોનારા ની યાદી મા જણાવેલ છે.