અમદાવાદમાં પ્લેન ક્રેશની ઘટનામાં ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીનું પણ નિધન
અમદાવાદમાં ગઇકાલે પ્લેન ક્રેશની ઘટનામાં 241 યાત્રીઓનું મોત થયું હતું. જેમાં ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીનું પણ નિધન થયું છે. વિજયભાઇ રૂપાણીની અંતિમવિધિ રાજકોટ ખાતે યોજાશે. 3 દિવસ બાદ તેમની અંતિમવિધિ યોજાવાની સંભાવના છે.
- Advertisement -
પૂર્વ મુખ્યમંત્રી વિજયરૂપાણીના પત્ની અંજલીબહેન રૂપાણી આજે સવારે જ અમદાવાદ આવી પહોંચ્યા હતા. અંજલીબહેન અત્યારે તેમના ગાંધીનગર સ્થિત નિવાસસ્થાને છે. આજે અમદાવાદની મુલાકાતે આવેલા PM મોદીએ પણ અંજલીબહેન સાથે મુલાકાત કરીને તેમને સાંત્વના પાઠવી હતી. વિજય રૂપાણીનો પુત્ર ઋષભ અમેરિકાથી વતન આવવા માટે રવાના થઇ ગયો છે. આવતીકાલે સવારે 4 વાગ્યે તેઓ અમદાવાદ પહોંચશે ત્યારબાદ રાજકોટ ખાતે અંતિમવિધિ કરવામાં આવશે.
અત્યારે રાજકોટ ભાજપના આગેવાનો, રાજકીય નેતાઓ સહિત પરિવારજનો ગાંધીનગર ખાતેના નિવાસસ્થાને સાંત્વના આપવા પહોંચી રહ્યા છે. મંત્રી મુળુભાઈ બેરા, કુંવરજી બાવળિયા, કુબેર ડિંડોર, ભાનુબેન બાબરીયા, રાજ્યસભા સાંસદ મયંક નાયક દિવંગત વિજય રૂપાણીના ગાંધીનગર સ્થિત બંગલે પહોંચ્યા છે. DNA મેચ થયા બાદ પરિવારને મૃતદેહ સોંપવામાં આવશે અને 3 દિવસ બાદ રાજકોટ ખાતે અંતિમવિધિ યોજાશે.