-કેન્સર સામે જંગ લડતા સ્ટ્રીકના નિધનના રીપોર્ટ વહેતા થયા હતાં
ઝિમ્બાબ્વેના ક્રિકેટ સ્ટાર હોય સ્ટ્રીકના મોતના સમાચારનાં અહેવાલ ખોટા કર્યા છે. હાલ તેઓ કેન્સરની બીમારીનો સામનો કરી રહ્યા છે. તેમના નિધનની અફવાનું ખંડન થયું છે. આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં લગભગ 12 વર્ષ સુધીના અનુભવી ઝિમ્બાબ્વેનાં સર્વકાલીન સર્વશ્રેષ્ઠ ઓલ રાઉન્ડરોમાંના એક હીથ સ્ટ્રીકના આતી ક્રિકેટર રેનરી ઓલોંગાએ સોશ્યલ મીડિયામાં હીથ સ્ટ્રીકે હવે આ દુનિયા છોડી દીધી હોવાનું ટવિટ કરેલ જે ખોટું કર્યુ છે.
- Advertisement -
હીથ સ્ટ્રીક હાલ કેન્સરની બીમારી સામે લડી રહ્યા છે. તેમના મોતની વાત એક અફવા થઈ છે. હીથ સ્ટ્રીકની કારકિર્દીમાં 1993માં પાકિસ્તાન સામે કરાચી ટેસ્ટમાં ડેબ્યુ કર્યુ હતું. રાવલપીડીમાં ટેસ્ટમાં 8 વિકેટે લઈને ક્રિકેટ જગતમાં દસ્તક આપી આજે તેમનું નામ ઝિમ્બાલ્વેના મહાન ક્રિકેટરમાં ગણવામાં આવે છે. 2002 થી 2004 સુધી તે કેપ્ટન પદે રહ્યા હતાં.
કપ ટેસ્ટમાં 198 વન-ડે રમી હતી ટેસ્ટમાં 1990 રન અને વન-ડેમાં 2943 રન બનાવ્યા છે. તેમની એકમાત્ર સદી વેસ્ટ ઈન્ડિઝ સામે હરારે ટેસ્ટમાં આવી હતી.2007માં તે ઈન્ડિયન ક્રિકેટ લીગ આઈસીએલમાં જોડાયા પાડી તેઓ કોચિંગ તરફ વળ્યા હતાં. ઝિમ્બાળ્વે સ્કોટલેન્ડ અને બાંંગ્લાદેશ જેવી આંતર રાષ્ટ્રીય ટીમો સાથે રહ્યા હતાં.
આઈપીએલમાં પણ તેમને ગુજરાત લાયન્સ અને કોલકાતા નાઈટ રાઈડર્સને તાલીમ આપી હતી. હાલ તેઓ કેન્સરની બિમારી સામે લડી રહ્યા છે. આથી ક્રિકેટરે જ કરેલા રવિટને સ્ટ્રીકે ખોટું ગણાવ્યું છે.
- Advertisement -