ખાસ-ખબર સંવાદદાતા
દેશમાં વેપાર કરવામાં સરળતાની બાબતમાં અને બિઝનેસ રિફોર્મ્સમાં ગુજરાતે ઉત્કૃષ્ટ દેખાવ કર્યો છે અને તેણે કેન્દ્ર સરકારના ’ઈઝ ઓફ ડુઈંગ બિઝનેસ’માં ટોચના ત્રણ રાજ્યોમાં સ્થાન મેળવ્યું છે. આ રેન્કિંગમાં ટોચના અન્ય બે રાજ્યોમાં આંધ્ર પ્રદેશ અને તેલંગાણાનો સમાવેશ થાય છે તેમ કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારામને જણાવ્યું હતું. તેમણે ઉમેર્યું કે, બિઝનેસ રિફોર્મ્સ એક્શન પ્લાન (બીઆરએપી) 2020 રિપોર્ટ લાગુ કરવાની બાબતમાં પણ ગુજરાતે ખૂબ જ સારો દેખાવ કર્યો છે. ઈઝ ઓફ ડુઈંગ બિઝનેસના રેન્કિંગમાં હરિયાણા, કર્ણાટક, પંજાબ અને તામિલનાડુ ટોચના 7 રાજ્યોમાં સ્થાન ધરાવે છે. આ રેન્કિંગમાં હિમાચલ પ્રદેશ, મધ્ય પ્રદેશ, મહારાષ્ટ્ર, ઓડિશા, ઉત્તરાખંડ અને ઉત્તર પ્રદેશને પણ એચીવર્સના રૂપમાં વર્ગીકૃત કરાયા છે.
આ રેન્કિંગની એસ્પાયર કેટેગરીમાં આસામ, કેરળ અને ગોવા સહિત સાત રાજ્યોનો સમાવેશ કરાયો છે. આ કેટેગરીમાં અન્ય રાજ્યોમાં છત્તિસગઢ, ઝારખંડ, કેરળ, રાજસ્થાન અને પશ્ચિમ બંગાળનો સમાવેશ થાય છે.



