કિસાન કોંગ્રેસ ચેરમેન પાલ આંબલિયાએ પત્ર લખી વરસાદના આંકડાઓ જાહેર કરવા માંગ કરી: 24 કલાકે અપડેટ કરવાના વરસાદના આંકડાઓ 34 દિવસથી અપડેટ નથી કરવામાં આવ્યા
કોરોના કેસની જેમ વરસાદના વાસ્તવિક આંકડાઓ છુપવવામાં આવી રહયા છે : પાલ આંબલિયા
રાજ્ય સરકારના ડિઝાસ્ટર મેનેજમેન્ટની વેબસાઈટ gsdma.org પર દર ચોવીસ કલાકે વરસાદના આંકડાઓ અપડેટ કરવાના હોય છે જેથી કોઇપણ વ્યક્તિ કોઈપણ જિલ્લામાં છેલ્લી ચોવીસ કલાકમાં કેટલો વરસાદ પડ્યો તે જાણી શકે પરંતુ મોદી સાહેબના ડ્રિમ પ્રોજેક્ટ ડિઝિટલ ઇન્ડિયાના જાણે રાજ્ય સરકારના ડિઝાસ્ટર મેનેજમેન્ટ વિભાગ ધજાગરા ઉડાવતું હોય તેવી રીતે 24 કલાકની તો વાત દૂર રહી છેલ્લા 34 દિવસથી વરસાદના આંકડાઓ અપડેટ કરવામાં આવ્યા નથી ત્યારે લોકમુખે ચર્ચા છે કે સરકાર જેમ કોરોનાના વાસ્તવિક આંકડાઓ છુપાવી રહી છે તેવી જ રીતે વરસાદના આંકડાઓ પણ છુપવવામાં આવતા હોય એમાં કોઈ નવાઈ નહિ તે કિશાન કોંગ્રેસના પાલ અંબાલિયાએ જણાવ્યું હતું
સરકારની ડિઝાસ્ટર મેનેજમેન્ટની વેબસાઈટ પર 34 દિવસથી વરસાદના આંકડાઓ અપડેટ ન કરી સરકારનો તેમાં મલિન ઈરાદો હોય તેવું લાગી રહ્યું છે સરકાર શ્રી દ્વારા આ વર્ષ માટે “મુખ્યમંત્રી કિસાન સહાય યોજના” જાહેર કરવામાં આવી છે જેની શરતો અનુસાર 10 ઇંચ થી ઓછો વરસાદ હોય તો દુષ્કાળગ્રસ્ત અને 48 કલાકમાં એકીહારે 25 ઇંચ(દક્ષિણ ગુજરાત સિવાય) 48 કલાકમાં 35 ઇંચ (દક્ષીણ ગુજરાત) વરસાદ પડે તો જ અતિવૃષ્ટિ જાહેર કરી શકાય આ તઘલઘી ફરમાનને સાચું પાડવા માટે 34 દિવસ આંકડાઓ છુપાવી હવે જ્યારે જાહેર કરવામાં આવશે ત્યારે ગુજરાતના કોઈ તાલુકામાં 10 ઇંચ કરતા ઓછો વરસાદ નહિ તેવી રીતે અને 48 કલાકમાં 25 ઇંચ કે 35 વરસાદ પડ્યો ન હોય તેવી રીતે આંકડાઓ જાહેર કરવામાં આવશે જેથી “”ન રહેગા બાંસ ઓર ન બજેગી બાંસુરી”” ની જેમ ખેડૂતોને આ મુખ્યમંત્રી કિસાન સહાય યોજનાનો લાભ જ ન મળી શકે તેવી રીતે યોજના ડિઝાસ્ટર મેનેજમેન્ટની હોય તેવી પૂરેપૂરી શંકા છે અન્યથા સરકારશ્રીની ડિઝાસ્ટર મેનેજમેન્ટની વેબસાઈટ પર વરસાદના આંકડાઓ જે દર 24 કલાકે અપડેટ કરવા જોઈએ તે 34 દિવસ સુધી જાહેર ન કરવા પાછળનો આશય શો હોઈ શકે….??? ડિઝાસ્ટર મેનેજમેન્ટ વેબસાઈટ તાત્કાલિક અપડેટ કરવામાં આવે અને વાસ્તવિક આંકડાઓ જાહેર કરવામાં આવે તેવી ગુજરાત કિસાન કોંગ્રેસની માંગ છે