મુખ્યમંત્રી બન્યા બાદ પ્રથમવાર ભુપેન્દ્રભાઇ પટેલ રાજુલાની મુલાકાતે
ખાસ-ખબર ન્યૂઝ રાજુલા
આગામી 20 સપ્ટેમ્બરના રોજ ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ રાજુલાની મુલાકાતે પધારી રહ્યા છે. ત્યારે મુખ્યમંત્રીના વરદહસ્તે ખાતમુર્હુત તથા લોકાર્પણ કાર્યક્રમનું આયોજન કરાયું છે. જેમા 1. રાજુલા માર્કેટિંગ યાર્ડ સામે શહીદ ચોકમાં 108 ફૂટ ઊંચા ત્રિરંગાનું લોકાર્પણ, 2. મારુતિધામ રાજુલા પાસે તળાવ બ્યુટીફિકેશનનું ખાતમુર્હુત, 3. રાજુલા શહેરના 35 રોડનું ખાતમુહૂર્ત, 4. રાજુલા નગરપાલિકામાં નલ સે જલ પ્રોજેક્ટનું ખાતમુહૂર્ત, 5.જાફરાબાદ નગરપાલિકા ઓડિટોરિયમનું લોકાર્પણ તેમજ સુએઝ ટ્રીટમેન્ટ પ્લાન્ટનું ખાતમુર્હુત તેમજ લોકાર્પણ કરવામા આવશે. ભુપેન્દ્રભાઇ પટેલ મુખ્યમંત્રી બન્યા બાદ પ્રથમવાર રાજુલાની મુલાકાતે આવી પધારી રહ્યા છે. રાજુલા શહેર મધ્યે મુખ્યમંત્રી આવતા હોય અને સભા સંબોધતા હોય તેવી પ્રથમ ધટના બનશે. આ સાથે કાર્યક્રમની તૈયારીઓને લઇ આજરોજ ધારાસભ્ય હીરાભાઇ સોલંકીએ સ્થળ મુલાકાત કરી આયોજન અંગે સમીક્ષાઓ કરી તેમજ જીલ્લા કલેકટર અજય દહિયા તથા સ્થાનિક અધિકારીઓ-પદાધિકારીઓની ઉપસ્થિતિમાં કામગીરીનું નિરીક્ષણ કરી વિવિધ સૂચનાઓ આપી હતી.
- Advertisement -
આ તકે રવુભાઇ ખુમાણ, માર્કેટિંગ યાર્ડ ચેરમેન જીગ્નેશભાઇ પટેલ, તાલુકા પંચાયતના પ્રમુખ પ્રતિનિધિ ધીરજલાલ પુરોહિત, ભાજપના સોશિયલ મીડિયા ક્ધવીનર સાગરભાઇ સરવૈયા, હરસુરભાઇ લાખણોત્રા સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.