આ મહિને જ આવી શકે છે ત્રણ ડોઝવાળી નિડલ ફ્રી દેશી વેક્સિન: આ ડીએનએ ટેક્નોલોજી પર બની છે, તેને રૂ મ ટેમ્પ્રેચર પર રાખી શકાય છે તે નિડલ ફ્રી છે, તેમાં ઈન્જેક્શનની જગ્યાએ જેટ ઈજેક્ટનો ઉપયોગ થાય છે
ખાસ-ખબર સંવાદદાતા
ભારતમાં આ મહિના અંત સુધીમાં કે આગામી મહિનાની શરુઆતમાં ડીએનએ ટેક્નોલોજી પર બનેલી વેક્સિન લોન્ચ કરવામાં આવી શકે છે. અત્યાર સુધીમાં દેશમાં ઉપયોગમાં લેવાયેલા ત્રણેય વેક્સિન કરતા આ એકદમ અલગ છે. સૌથી પહેલા આ ડીએનએ ટેક્નોલોજી પર બની છે, પણ 3 ડોઝની છે, તેને રૂમ ટેમ્પ્રેચર પર રાખી શકાય છે અને તે નિડલ ફ્રી છે. તેમાં ઈન્જેક્શનની જગ્યાએ જેટ ઈજેક્ટનો ઉપયોગ થાય છે. તેને દવા કંપની ઝાયડસ કેડિલાએ બનાવી છે અને તે દુનિયાની પહેલી ડીએનએ પ્લાઝ્મિડ વેક્સિન છે. ભારતમાં તેના ઈમર્જન્સી ઉપયોગ માટે ડીજીસીઆઈની મંજૂરી માગવામાં આવી છે. નેશનલ ટેક્નિકલ એડવાઈઝરી ગ્રુપ ઓફ ઈમ્યુનાઈઝેશનના ચેરપર્સન ડૉક્ટર એન કે અરોરાએ જણાવ્યું કે આ પહેલી ડીએનએ વેક્સિન છે. જે આ મહિનાના અંતિમ સપ્તાહ કે ઓગસ્ટના પહેલા અઠવાડિયા સુધીમાં લોન્ચ થઈ શકે છે.
ભારતમાં હાલમાં લગાવવામાં આવી રહેલી ત્રણ વેક્સિન ડબલ ડોઝવાળી છે. પરંતુ ઝાયકોવ-ડી વેક્સિન આ બધા કરતા અલગ છે. આ ત્રણ ડોઝની છે. પહેલો ઝીરો દિવસે, બીજો 28 દિવસે અને ત્રીજો 56મા દિવસે આપવામાં આવશે. આ એક નિડલ ફ્રી વેક્સિન છે.
- Advertisement -
કોવૅક્સિનને ટૂંક સમયમાં જ આંતરરાષ્ટ્રીય માન્યતા
ઠઇંઘના ચીફ સાયન્ટિસ્ટે કહ્યું- ભારત બાયોટેકની વેક્સિનના ડેટા સંતોષકારક; એની અસર પણ વધુ
કોરોનાની વિરુદ્ધની લડાઈમાં ભારતની સ્વદેશી વેક્સિન કોવેક્સિનને ઝડપથી વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન (ઠઇંઘ)માંથી એપ્રૂવલ મળી શકે છે. એને હૈદરાબાદસ્થિત કંપની ભારત બાયોટેકે ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચની સાથે મળીને તૈયાર કરી છે. ઠઇંઘના ચીફ સાયન્ટિસ્ટ ડો.સૌમ્યા સ્વામિનાથને કહ્યું હતું કે કોવેક્સિનની ટ્રાયલનો ડેટા સંતોષજનક લાગી રહ્યો છે. એ પછી કોવેક્સિનને ઠઇંઘની મંજૂરી મળવાની શકયતા વધી ગઈ છે. ભારત બાયોટેક અને ઠઇંઘની વચ્ચે પ્રી-સબમીશન મીટિંગ 23 જૂને થઈ હતુી અને હવે એની ટ્રાયલનો ડેટા એકત્રિત કરાઈ રહ્યો છે. તેમણે વધુમાં કહ્યું હતું કે કોવેક્સિન કોરોના ડેલ્ટા વેરિયન્ટ પર ઓછી અસરકારક છે.
એમ છતાં એ એક હદ સુધી સફળ સાબિત થઈ છે. આ વેક્સિનની ઓવરઓલ અફિકેસી ઘણી વધુ છે.