એરપોર્ટ પર જ ઈઝરાયલના મોટાભાગના અધિકારીઓ સાથે કરી મુલાકાત
નેતન્યાહૂ સાથે બેઠક બાદ અને યુદ્ધની સ્થિતિને નિવારવાનો કરશે પ્રયાસ
- Advertisement -
ખાસ-ખબર સંવાદદાતા
ઈઝરાયલ અને હમાસ વચ્ચે ચાલી રહેલા યુદ્ધ વચ્ચે અમેરિકી રાષ્ટ્રપતિ જો બાયડેન તેલ અવીવ પહોંચી ગયા છે. આ દરમિયાન એરપોર્ટ પર તેમનું સ્વાગત કરવા માટે પીએમ નેતન્યાહૂ ખુદ હાજર રહ્યા હતા. જ્યારે બાયડેને ઈઝરાયલના અનેક અધિકારીઓ સાથે એરપોર્ટ પર જ મુલાકાત કરી હતી.
#WATCH | US President Joe Biden arrives in Tel Aviv, Israel amid Israel-Hamas conflict. Israel PM Benjamin Netanyahu and President Isaac Herzog receive him at Ben Gurion Airport.
(Video Source: Reuters) pic.twitter.com/KD7qsp6VGw
- Advertisement -
— ANI (@ANI) October 18, 2023
ઈઝરાયલ પહોંચેલા બાયડેને ઈઝરાયલના પીએમ બેન્જામિન નેતન્યાહૂ સહિત રાષ્ટ્રપતિ ઈસાક હર્ઝોગ અને બેન ગુરિયન સાથે મુલાકાત કરી હતી. આ તમામ લોકો તેમને આવકારવા એરપોર્ટ પહોંચ્યા હતા. ઉલ્લેખનીય છે કે ઈઝરાયલ અને હમાસ વચ્ચે છેલ્લાં 12 દિવસોથી યુદ્ધની સ્થિતિ જોવા મળી રહી છે.
US President Joe Biden arrives in Tel Aviv, Israel amid Israel-Hamas conflict.
(Pics Source: Reuters) pic.twitter.com/47CiKIOdo9
— ANI (@ANI) October 18, 2023
ઈઝરાયલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહૂ સાથે મુલાકાત કરીને બાયડેને કહ્યું કે અમે ઈઝરાયલની સાથે છીએ. હું અહીં આવીને અમારું સમર્થન વ્યક્ત કરવા માગતો હતો. તેમણે કહ્યું કે હમાસે ઈઝરાયલીઓની હત્યા કરી. બાયડેને કહ્યું અમે સંપૂર્ણપણે ઈઝરાયલની પડખે છીએ.
#WATCH | Israeli PM Benjamin Netanyahu with US President Joe Biden in Tel Aviv, says, "…On Oct 7 Hamas murdered 1400 Israelis in a single day….October 7th, is another day that will live in infamy. Mr President, you rightly said that Hamas is worse than ISIS. The civilised… pic.twitter.com/5EdfPVrDEI
— ANI (@ANI) October 18, 2023
દરમિયાન નેતન્યાહૂએ અમેરિકી રાષ્ટ્રપતિ સમક્ષ જ કહ્યું કે અમે હમાસનો અંત લાવીને જ ઝંપીશું. જોકે તેમણે કહ્યું કે હમાસ પેલેસ્ટાઈનનું પ્રતિનિધિત્વ નથી કરતું. તેમણે કહ્યું કે અમેરિકાએ જે કહ્યું હતું પૂરું કર્યું. આ અમેરિકા માટે પણ મુશ્ર્કેલી ઘડી છે.