યુનિવર્સિટી રોડ પર આવેલ જલારામ-2નાં રહીશો સાવધાન!
વર્ષોથી જાહેરમાં થતી ગેરકાયદેસર પશુપાલન પ્રવૃતિથી અનેક લોકોએ ઘર વેચી નાખ્યા છે
- Advertisement -
ખાસ-ખબર સંવાદદાતા
મહાનગરપાલિકાના પ્રાણી રંજાડ અંકુશ વિભાગની નીતિરીતી અને કામગીરીથી રાજકોટના દરેક નાગરિક પરિચિત છે.જયારે જયારે કોઈ રેઢીયાળ ઢોર કોઈ વાહનચાલક કે રાહદારીનું મોત નીપજાવે છે ત્યારે રેઢીયાળ તંત્ર સક્રિય બની ઢોર પકડવાની કામગીરી શરુ કરતી હોય છે. તાજેતરમાં જ એક અઠવાડિયા પૂર્વે સાધુ વાસવાણી રોડ પર નિવેદિતા સોસાયટીના ત્રિલોક પાર્કમાં રહેતા રસિકલાલ મોરારજીભાઈ ઠકરાર નામના વૃદ્ધને ગત તા 8 ના રોજ કાળી ગાયે ગોપાલ ચોકમાં હડફેટે લઇ રામ રમાડી દીધા હતા.આ ઘટનામાં ગાયે વૃદ્ધને મોતને ઘાટ ઉતાર્યાના સીસીટીવી ફૂટેજ વાઈરલ થયા બાદ લતાવાસીઓમાં ભયનું લખલખું પ્રસરી ગયું છે.
આ ઘટના બાદ પોશ સોસાયટીમાં પશુ પાલકોના ઘર પાસે રખડતી ગાયો જોઈ લોકો શેરીના નાકેથી જ પાછા વળી જઈ અન્ય શેરીમાંથી જતા રહે છે.ત્યારે યુનીવર્સીટી રોડ પરની જલારામ સોસાયટી -2 સહીતની સોસાયટીમાં રખડતા ઢોરો અને જાહેરમાં બાંધેલા-છુટા મુકેલા ઢોરથી સ્થાનિક રહીશો હાલ રીતસરના ફફડી રહ્યા છે.હાલ મનપાની પ્રાણી રજાડ અંકુશ વિભાગ ત્વરિત રખડતા ઢોરોને પડકી લઇ પોશ વિસ્તારને ઢોર મુક્ત બનાવે તેવી માંગ ઉઠી છે. કારણ કે રખડતા ઢોરોના કારને વૃદ્ધો અને બાળકોના જીવ પર જોખમ ઉભું થયું છે.
જાહેરમાં ગેરકાયદે અવેડા બંધાયા છે છતાં કોર્પોરેશન મૂક પ્રેક્ષક
- Advertisement -