ખાસ-ખબર સંવાદદાતા
મતદાનને આડે હવે માત્ર ગણતરીની કલાકો બાકી છે ત્યારે ગઈકાલે સાંજે મોરબી માળીયા વિધાનસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર જયંતીભાઈ જેરાજભાઈ પટેલના સિરામિક કારખાનામાં અજાણ્યા શખ્સોએ આવીને પથ્થર અને ધોકા પાઈપ વડે આતંક મચાવી ગેટ પાસે સિક્યુરિટીની ઓફીસમાં તોડફોડ કરી હતી. મોરબી માળિયા વિધાનસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર જયંતીભાઈ જેરાજભાઈ પટેલનું ભડિયાદ રોડ પર વિન્ટેજ સિરામિક નામનું કારખાનું આવેલ હોય જ્યાં ગઈકાલે સાંજના 4 થી 4 : 30 વાગ્યાના અરસામાં અજાણ્યા શખ્સોએ આવીને પથ્થરમારો કરીને ધોકા અને પાઈપથી આતંક મચાવ્યો હતો. આ બનાવમાં ફેકટરીના ગેટ પર સિક્યુરિટી કેબીનના કાચ તોડી અજાણ્યા શખ્સો નાસી ગયા હતા હુમલાખોરો રીક્ષા અને બાઈકમાં આવી આતંક મચાવી નાસી ગયા હતા ત્યારે ભય ફેલાવવાના ઈરાદે હુમલો કરવામાં આવ્યો હોવાનું જયંતીભાઈના પુત્ર રાજનભાઈએ જણાવ્યું હતું.
મોરબીના કોંગ્રેસ ઉમેદવારના કારખાને અજાણ્યા શખ્સોનો હુમલો, સિક્યુરિટી કેબિનમાં તોડફોડ
