શ્યામા પ્રસાદ મુખર્જી આર્ટ ગેલેરીમાં ૧લી નવેમ્બરના સ્પર્ધા બીજી, ત્રીજી જાહેર જનતા નિહાળી શકશે
‘સંસ્કાર ભારતી રાજકોટ જિલ્લા દ્વારા દિપાવલી મહોત્સવ અંતર્ગત તારીખ ૧લી નવેમ્બર સોમવારના રોજ વાક્ બારસના દિવસે ભૂઅલંકરણ એટલે કે રંગોળી સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું છે. ડોક્ટર શ્યામાપ્રસાદ મુખર્જી આર્ટ ગેલેરી ખાતે બપોરે ત્રણ થી રાત્રિના દસ વાગ્યા સુધી આ સ્પર્ધા યોજાશે. તારીખ બીજી અને ત્રીજી નવેમ્બરના રોજ રાજકોટવાસીઓ આ રંગોળીઓ નિહાળી શકશે.
આ સ્પર્ધા ૧૫થી ૨૫, ૨૬ થી ૩૫ અને ૩૬ વર્ષથી ઉપરના લોકો માટે એમ ત્રણ વિભાગમાં યોજાશે. ભારતીય સંસ્કૃતિને અનુરૂપ રંગોળી સ્પર્ધા માટેના વિષયો સ્પર્ધા સ્થળે આપવામાં આવશે. ભાગ લેવા ઈચ્છતા લોકોએ સ્પર્ધા સ્થળ પર જ સ્પર્ધાનું ફોર્મ ભરવાનું રહેશે. સાથે આધારકાર્ડ નકલ જોડવાની રહેશે. સ્પર્ધામાં ભાગ લેવા માટે કોઈ પ્રવેશ ફી નથી. દરેક સ્પર્ધકને સન્માનિત કરવામાં આવશે. વધુ વિગતો માટે શિવભાઈ ત્રિવેદીનો મોબાઇલ નંબર ૯૪૨૯૫-૬૩૯૭૭ પર સંપર્ક કરવો.
- Advertisement -
ભારતીય સંસ્કૃતિના સૌથી મોટા તહેવાર દિપાવલી પર્વની ઉજવણી પ્રસંગે યોજાયેલી આ ભૂઅલંકરણ સ્પર્ધામાં વધુમાં વધુ લોકોએ જોડાવા સંસ્થા દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે. સ્પર્ધાને સફળ બનાવવા માટે થઈને ભૂઅલંકરણ સંયોજક જાણીતા રંગોળીકાર પ્રદીપભાઈ દવે તથા સંસ્કાર ભારતીના કારોબારી સભ્યો ક્રિષ્નાબેન સાંગાણી, મયુરભાઈ ચૌહાણ, જુલીબેન અનડકટ, નંદલાલભાઈ પિતલાબોઈ, હિરેનભાઈ વ્યાસ, મિતેશભાઈ ટંકારીયા, ધર્મરાજસિંહ વાઘેલા, હર્ષાબેન ઠક્કર, કિશોરભાઈ મહેતા તથા મહામંત્રી શિવભાઈ ત્રિવેદી જહેમત ઉઠાવી રહ્યા છે.



