શહેરના કુલ 11 વોર્ડમાં વેરા વસૂલાત શાખા દ્વારા રિકવરી ઝુંબેશ હાથ ધરાઈ: વેદાંત ક્લાસીસ સીલ
ખાસ-ખબર સંવાદદાતા
રાજકોટ મહાનગરપાલિકાના કમિશનર આનંદ પટેલની સુચના અનુસાર વેરા વસુલાત શાખા દ્વારા વર્ષ 2023-24ની રિકવરી ઝુંબેશ અંતર્ગત શહેરના કુલ 11 વોર્ડમાં 12 મિલ્કતો સીલ, 15 મિલ્કતોને ટાંચ-જપ્તી નોટીસ, 5 નળ કનેક્શન ક્પાત અને રૂા. 30.51 લાખની રિકવરી કરવામાં આવી હતી.
જેમાં વોર્ડ નં-1માં 150 ફુટ રીંગ રોડ પર આવેલ ‘જાસલ કોમર્શીયલ કોમ્પ્લેક્ષ’માં ફોર્થ ફ્લોર શોપ નં. 410 સીલ, વેદાંત કલાસીસ સીલ, 150 ફુટ રીંગ રોડ પર આવેલ ‘જાસલ કોમર્શીયલ કોમ્પ્લેક્ષ’માં ગ્રાઉન્ડ ફ્લોર શોપ નં. 5 સીલ, વોર્ડ નં. 3માં લોહાણાપરા મેઇન રોડ પર આવેલ 6 યુનિટની નોટીસ સામે રિકવરી રૂા. 8.25 લાખ, મેરી ગોલ્ડ હાઓટસ વિંગ સી અને ડીના નળ કનેક્શન ક્પાત સામે રિકવરી રૂા. 3.44 લાખ, વોર્ડ નં. 5માં કુવાડવા રોડ પર આવેલ 1 યુનિટની નોટીસ સામે રિકવરી રૂા. 50,000, પેડક રોડ પર આવેલ 1 યુનિટની નોટીસ સામે રિકવરી રૂા. 86,200, નવાગામ મેઇન રોડ પર આવેલ 1 યુનિટના બાકી માંગણા સામે સીલની કાર્યવાહી કરતાં રિકવરી રૂા. 1.85 લાખ, વોર્ડ નં. 6માં સંત કબીર રોડ પર આવેલ 1 યુનિટની નોટીસ સામે રિકવરી રૂા. 1.13 લાખ, વોર્ડ નં. 7માં ભક્તિનગર રોડ પર આવેલ 1 યુનિટની નોટીસ સામે રિકવરી રૂા. 3.00 લાખ, રજપુતપરામાં 1 યુનિટની નોટીસ સામે રિકવરી રૂા. 1.13 લાખ, યાજ્ઞિક રોડ પર આવેલ 1 યુનિટની નોટીસ સામે રિકવરી રૂા. 1.24 લાખ, વર્ધમાન નગરમાં 3 નળ ક્નેક્શન ક્પાત, વર્ધમાનનગરમાં 1 નળ કનેક્શન ક્પાત કરતા રિકવરી રૂા. 57,465, વોર્ડ નં. 12માં 150 ફુટ રીંગ રોડ પર આવેલ 1 યુનિટના બાકી માંગણા સામે સીલની કાર્યવાહી કરતા રિકવરી રૂા. 53,700, મવડી રોડ પર આવેલ 1 યુનિટના બાકી માંગણા સામે સીલની કાર્યવાહી કરતા રિકવરી રૂા. 68,383, વોર્ડ નં. 13માં સમ્રાટ ઇન્ડ. એરીયામાં 1 યુનિટની નોટીસ સામે રિકવરી રૂા. 78,500, અમરનગરમાં 1 યુનિટની નોટીસ સામે રિકવરી રૂા. 1.04 લાખ, વોર્ડ નં. 15માં નવા થરોળા વિસ્તારમાં 1 નળ કનેક્શન ક્પાત, વોર્ડ નં. 16માં પુનિતનગર સોસાયટીમાં 1 યુનિટની નોટીસ સામે રિકવરી રૂા. 40,000, વોર્ડ નં. 17માં સુભાષનગરમાં 1 યુનિટ સીલ, હરિધવા માર્ગ પર 1 યુનિટ સીલ, વોર્ડ નં. 18માં કોઠારીયા રોડ પર આવેલ 2 યુનિટના બાકી માંગણા સામે સીલની કાર્યવાહી કરતા રિકવરી રૂા. 1.79 લાખ, ઢેબર રોડ પર આવેલ 1 યુનિટના બાકી માંગણા સામે સીલની કાર્યવાહી કરતા ચેક આપવામાં આવ્યો અને ગોંડલ રોડ પર આવેલ 1 યુનિટના બાકી માંગણા સામે સીલની કાર્યવાહી કરતા રિકવરી રૂા. 1.00 લાખની રિકવરી કરવામાં આવી હતી તેમજ કુલ 3,69,723 મિલ્કત ધારકોએ 313.46 કરોડ વેરો ભર્યો છે.
આ કામગીરી મેનેજર વત્સલ પટેલ, નિરજ વ્યાસ, સિદ્ધાર્થ પંડયા, ફાલ્ગુનીબેન કલ્યાણી, નિલેશ કાનાણી તથા તમામ વોર્ડ ઓફીસર, તમામ વોર્ડ ટેક્ષ ઇન્સપેક્ટરો દ્વારા આસી. કમિશનર સમીર ધડુક તથા વી. એમ. પ્રજાપતિના માર્ગદર્શન હેઠળ કાર્યવાહી કરવામાં આવી હતી.