એક પછી એક બધા ચુંટણીમાં હાર મળ્યા પછી ભાંગી પડેલી કોંગ્રેસ શુક્રવારના ત્રણ દિવસ સુધી ઉધયપુર ચિંતન શિબિર માટે પોતાની સંગઠનાત્મક કર્મચારીઓ પર આત્મમંથન કરશે. વર્ષ 2024માં બીજેપીના ચુંટણીના મોડેલને પડકારનવા માટે કોંગ્રેસ પોતાની દિશા અને દશા બન્ને નક્કી કરશે. કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધી, રાહુલ ગાંધી, પ્રિયંકા ગાંધી, સહિત પાર્ટીના તમામ દિગ્ગજ નોતા ઉદયપુર પહોંચી ગયા છે, જ્યાં તેઓ દેશની રાજનૈતિક, આર્થિક, સામાજિક, કૃષિ અને તેમની સાથે જોડાયેલા તમામ મુદા પર ચર્ચા કરશે. આ મુદાના માધ્યમથી કોંગ્રેસ દેશના રાજકારણમાં નવા રોડમેપ તૈયાર કરશે.
- Advertisement -
જોકે, કોંગ્રેસના રાજકારણના ઇતિહાસમાં અત્યાર સુધી 4 વખત ચિંતન શિબિરનું આયોજન કર્યુ છે અને 5મી વખત ઉદયપુરમાં કરી રહ્યા છે. કોંગ્રેસના 4 વખતના
ચિંતન શિબિર કરી હતી, પરંતુ ફક્ત એક વાર જ પરિણામો તેમના અનુકુળ રહ્યા છે જો કે ત્રણ વાર તેમને હારનો સામનો કરવો પડયો હતો. ઉત્તર પ્રદેશ, પંજાબ સહિત પાંચ રાજયોમાં ચુંટણીમા કારમી હાર પછી કોંગ્રેસ વર્ષ 2024ના લોકસભાની ચુંટણીના બે વર્ષ પહેલા હવે પાંચમી ચિંતન શિબિર ઉદયપુરમાં કરી રહી છે. એવામાં જોતા શું ઉદયપુરથી કોંગ્રેસનું આ ઉદય વર્ષ 2024નું લોકસભા ચુંટણીમાં થઇ શકશે?
ચિંતન શિબિર વિશે શું કહ્યું રણદીપ સુરજેવાલે ?
કોંગ્રેસના મુખ્ય પ્રવક્તા રણદીપ સુરજેવાલાએ કહ્યું કે નવ સંકલ્પ ચિંતન શિબિરમાં અર્થવ્યવસ્થાનું સતત પતન, વધતી જતી આર્થિક અસમાનતા, મોંઘવારી અને કૃષિ ક્ષેત્રના કેટલાક જૂથોના હવાલે કરવાના ગાઢ ષડયંત્ર પણ વિચાર વિમર્શ કરવામાં આવશે. સાથે જ ભારતીય ક્ષેત્રમાં ચીનનો પ્રવેશ, SC/ST અને લઘુમતીઓના અધિકારો પરના હુમલાઓ પર પણ ચર્ચા કરવામાં આવશે.
- Advertisement -
શું હશે શિબિરનો કાર્યક્રમ ?
શુક્રવારે બપોરે લગભગ 2 વાગે કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીના સંબોધન સાથે ચિંતન શિબીરની શરૂઆત થશે. ત્યારબાદ નેતાઓ વચ્ચે જૂથ સંવાદ શરૂ થશે. જે સાંજે 5 વાગ્યા સુધી ચાલશે. ત્યારબાદ બીજા દિવસે શનિવારે સમૂહ સંવાદ સવારે 10.30 વાગ્યાથી શરુ થશે. જે લગભગ 2:30 સુધી ચાલશે. આ પછી રાત્રે છ સમિતિઓની બેઠક મળશે. 15મી તારીખે છેલ્લા દિવસે સવારે 11 વાગ્યાથી ચિંતન શિબિરના કાર્યક્રમો શરુ થશે.
પોલીસ પ્રશાસન પણ એલર્ટ
આ ચિંતન શિબિરમાં 400થી વધુ નેતાઓ ભેગા થશે. જે જોતા રાજસ્થાન પોલીસ સુરક્ષા વ્યવસ્થાને લઇને સજ્જ બની છે. જિલ્લામાં અડધો ડઝનથી વધુ આઈપીએસ અધિકારીઓની પણ પોસ્ટિંગ કરવામાં આવી છે. તેમજ ADG લૉ એન્ડ ઓર્ડર હવાસિંહ ઘુમરિયા પણ ઉદયપુરમાં હાજર રહેશે.
राजस्थान: कांग्रेस नेता राहुल गांधी आज होने वाले पार्टी के चिंतन शिविर में शामिल होने उदयपुर पहुंचे।
राजस्थान के मुख्यमंत्री अशोक गहलोत ने कहा, "राहुल गांधी का स्वागत है। स्टेशन पर हज़ारों लोग आए। शानदार स्वागत हो रहा है, लोगों में उत्साह है।" pic.twitter.com/2aWJRY5BN2
— ANI_HindiNews (@AHindinews) May 13, 2022