ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
રાજકોટ નિવાસી જાણીતા એસ્ટેટ બ્રોકર, ગૌસેવાપ્રેમી, અનેક સંસ્થાઓ સાથે જોડાયેલા રઘુવંશી અગ્રણી દિલીપભાઈ સોમૈયાના ધર્મપરાયણ માતુશ્રી કમળાબેન પ્રભુદાસભાઈ સોમૈયા પરિવાર તરફથી પ્રતિવર્ષ વિદ્યાર્થીઓને પ્રોત્સાહન મળે તે માટે વિનામૂલ્યે ફૂલસ્કેપ ચોપડાનું વિતરણ કરવામાં આવે છે.
- Advertisement -
જે અંતર્ગત સોમૈયા પરિવારના દિલીપભાઈ, યોગેશભાઈ, આશિષભાઈ, અંકીતભાઈ તરફથી શહેરની સેવા સંસ્થા વિવેકાનંદ યુથ કલબના સહયોગથી 500 થેલેસેમિયાપીડિત બાળકોને દરેકને ચાર લેખે બે હજાર ચોપડાનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ સેવા કાર્યમાં સંસ્થાના અનુપમ દોશી, પંકજ રૂપારેલીયા, હસુભાઈ શાહ, રમેશ શીશાંગીયા, કોમુ માજી, પ્રતિમાબેન જીવરાજાની, ઉમાબેન ઘાવરી, કીર્તિદાબેન યાદવ વગેરે સહભાગી
બન્યા હતા.