ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
ડિસ્ટ્રીક્ટ ફૂટબોલ એસોસિએશન, રાજકોટ દ્વારા તા. 21થી તા. 30 દરમિયાન સ્વ. શેઠ જયંતિલાલ કુંડલીયા મેમોરિયલ (ત્રીજી) યુ-14 તથા યુ-17 ભાઈઓની ઓપન રાજકોટ ફૂટબોલ ટુર્નામેન્ટનું આયોજન રેસકોર્સ ટર્ફ ફૂટબોલ ગ્રાઉન્ડ ખાતે કરવામાં આવ્યું છે.
- Advertisement -
આ ટુર્નામેન્ટમાં રાજકોટની નામાંકિત ટીમો માસ્ટર એફ.સી., વાયસીસી, રેલવે, રાજકોટ સીટી પોલીસ, જીનીયસ સ્કૂલ, એસએનકે સ્કૂલ, ટીજીએસ વાડી સ્કૂલ, એથલીસ ફૂટબોલ ક્લબ તથા એસજીવીપી રીબડા ભાગ લઈ રહ્યા છે. બંને ગ્રુપમાં 12-12 ટીમો ભાગ લઈ રહી છે. આ ટુર્નામેન્ટને સફળ બનાવવા માટે ગુણુભાઈ ડેલાવાળા તથા પુરુષોત્તમભાઈ પીપળીયાની આગેવાની હેઠળ એસોસિએશનના હોદ્દેદારો સર્વે ડી. વી. મહેતા, મુકેશ બુંદેલા, બી. કે. જાડેજા, રોહિત બુંદેલા, જીવણસિંહ બારડ, અજય ભટ્ટ, ધર્મેશ છત્રાલા, અમૃતલાલ બહુરાશી, રાજેશ ચૌહાણ, જયેશ કનોજીયા, રોહીત પંડીત, અમીત શિયાળીયા, દિપક યશવંતે, ઉપેન્દ્રસિંહ ઝાલા, સાહીલ શેખ અને મનદીપસિંહ બારડ વગેરે સભ્યો જહેમત ઉઠાવી રહ્યા છે.