હળવદના પંચમુખી ઢોરા વિસ્તારમાં જાહેરમાં વર્લી ફીચરનો જુગાર રમાતો હોવાની બાતમીના આધારે મોરબી એલસીબી ટીમે દરોડો પાડીને જાહેરમાં વર્લી ફીચરના આંકડા લખતા બે ઈસમોને રૂ. 15000 રોકડા સહિત કુલ રૂ. 25,270 ના મુદામાલ સાથે ઝડપી લીધા હતા. મોરબી એલસીબી ટીમ પેટ્રોલીંગમાં હતી તે દરમિયાન બાતમી મળી હતી કે, હળવદના પંચમુખી ઢોરા વિસ્તારમાં જાહેરમાં બે શખ્સો વર્લી ફીચરના આંકડા લખીને પૈસાની હારજીતનો જુગાર રમી રહ્યા છે જે બાતમીના આધારે એલસીબી ટીમે દરોડો પાડીને વર્લી ફીચરના આંકડા લખતા ભરત ગોરધનભાઇ પાટડીયા (ઉં.વ. 33, રહે. પંચમુખી ઢોરા, ટેલીફોન એક્ષચેન્જ પાસે, હળવદ) અને પ્રદિપ સંજયભાઇ ભામરે (ઉં.વ. 28, રહે. જીઆઈડીસી દુધ ડેરી પાસે, હળવદ) નામના બે ઈસમોને રોકડા રૂ. 15,000 તથા વરલી સાહિત્ય અને બે મોબાઈલ ફોન મળી કુલ રૂ. 25,270 ના મુદામાલ સાથે ઝડપી લીધા હતા જ્યારે આરોપી અનિલ જેરામભાઈ દેકાવાડીયા (રહે. ટેલીફોન એક્ષચેન્જ પાછળ, હળવદ) હાજર નહીં મળી આવતા ત્રણેય આરોપીઓ વિરુદ્ધ હળવદ પોલીસ સ્ટેશન ખાતે જુગારધારા અન્વયે ગુન્હો નોંધાવીને ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી.