રાજકોટ મનપાની સોલીડ વેસ્ટ મેનેજમેન્ટ શાખાની કાર્યવાહી
ખાસ-ખબર સંવાદદાતા
રાજનગર ચોકમાં આવેલી પ્રથમ હોસ્પિટલ અને નાનામવા મેઈન રોડ પર આવેલી સમ્યક હોસ્પિટલ દ્વારા ટીપરવાનમાં બાયો મેડીકલ વેસ્ટ નાખવા બદલ રાજકોટ મહાનગરપાલિકાની સોલીડ વેસ્ટ મેનેજમેન્ટ શાખા દ્વારા બંને હોસ્પિટલ પાસેથી રૂા. 10,000નો વહીવટી ચાર્જ વસુલ કરવામાં આવ્યો હતો. તા. 27-1ના રોજ રાજનગર ચોકમાં આવેલી પ્રથમ હોસ્પિટલને ટીપરવાનમાં બાયો મેડીકલ વેસ્ટ નાખવા બદલ રૂા. 10,000નો વહીવટી ચાર્જ અને તા. 30-1ના રોજ નાનામવા મેઈન રોડ પર આવેલી સમ્યક હોસ્પિટલને ટીપરવાનમાં બાયો મેડીકલ વેસ્ટ નાખવા બદલ રૂા. 10,000નો વહીવટી ચાર્જ વસુલ કરવામાં આવ્યો છે. આ કામગીરી રાજકોટ મહાનગરપાલિકાની સોલીડ વેસ્ટ મેનેજમેન્ટ શાખાના પર્યાવરણ ઈજનેર નિલેશ પરમારની સૂચના અને નાયબ પર્યાવરણ ઈજનેર દિગ્વિજયસિંહ તુવરના માર્ગદર્શન હેઠળ વોર્ડ નં. 8ના સેનીટરી ઈન્સ્પેકટર નિલેશ ડાભી દ્વારા કરવામાં
આવી હતી.
બાયો મેડિકલ વેસ્ટ ટીપરવાનમાં નાખવા બદલ બે હોસ્પિટલને દંડ
