સુરતની તાપી નદી પર બનાવવામા આવેલા પાલ-ઉમરા બ્રિજના લોકાર્પણ બાદ લોકોને પાંચથી સાત કિલોમીટરનો ફેરાવો ઓછો થશે. સુરતમાં બે બ્રિજ તેની સમય મર્યાદા કરતા વિલંબથી બન્યા છે, આ બન્ને બ્રિજ સુરતીઓ માટે ઘણાં જ મહત્વના સાબિત થયા હોવાનું સુરત મ્યુનિ. કમિશ્નરે જણાવ્યું હતુ.
1290 કરોડના વિવિધ પ્રોજેક્ટના લોકાર્પણ અને ખાતમુહૂર્ત પ્રસંગે મ્યુનિ. કમિશ્નર બન્છાનિધિ પાનીએ જણાવ્યું કે, સુરતમાં ટર્શરી ટ્રીટમેન્ટ પ્લાન્ટ શરૃ કરી ગંદા પાણીનો ઉપયોગ કરીને આવક ઉભું કરનાર સુરત દેશનું અગ્રેસર શહેર છે. સુરતે મલીન પાણીનો ઉપયોગ કરીને 140 કરોડની આવક ઉભી કરી છે. આ પ્રોજેક્ટમાં 6982 આવાસ માટે ડ્રો કરવા સાથે કેટલાક આવાસ સોંપવાની કામગીરી પણ કરવામાં આવી છે. આજે પાલ-ઉમરા બ્રિજનો બ્રિજ ખુલ્લો મુકવા સાથે સુરતનો 115 મો બ્રિજ અને તાપી નદી પર 14 મો બ્રિજ ખુલ્લો મુકાયો છે.
- Advertisement -
આ બ્રિજ ખુલ્લો થવાથી લોકોને પાંચથી સાત કિલોમીટરનો વધારાનો ફેરાવો ઘટી જશે. સુરતમાં પાલ-ઉમરા અને કેબલ બ્રિજ તેની સમય મર્યાદા કરતાં વધુ સમયથી બન્યા છે પરંતુ આ બન્ને બ્રિજ સુરતીઓ માટે ઘણાં જ મહત્વના છે અને લોકો તેનો વધુમાં વધુ ઉપયોગ કરી શકે તેમ છે.