સિદ્ધાર્થ રાઠોડ
પ્રસ્થાન:
સાચી શિક્ષા એ જે મુક્તિ અપાવે
- Advertisement -
(અત્યાર સુધીમાં આપણે જોયું કે એક યક્ષ શાપને કારણે પૃથ્વી પર આવી પહોંચે છે. તે ટીનો અને જીગો નામના બે યુવાનને મળે છે. ત્યાં તેને ખબર પડે છે કે તે જેના પ્રેમમાં હોય તે ક્ધયાની સગાઈ થઈ ગઈ હોય છે. બાદમાં દુ:ખી એવો તે યક્ષ તે બંને યુવાનો સાથે ફરવા નીકળે છે. તે બંને મસ્તીમાં તેને માવો ખવરાવી દે છે. તેના પછી હવે આગળ….)
યક્ષ: મિત્ર, કૃપા કરીને હવે તમે મારી સમક્ષ આવું કંઈ ખાવાનો પ્રસ્તાવ ન મૂકતા. મારે જલપાન કરવું પડશે.
ટીનો તેને પાણીની બોટલ આપે છે. તેઓ પછી એક કોમ્યુનિટી હોલ પાસે જાય છે. ત્યાં કૈક કાર્યક્રમ ચાલતો હોય છે. તેઓ ત્યાં જઈને બેસી જાય છે. વક્તા જોશીલી ભાષામાં બોલતા હોય છે.
- Advertisement -
” મિત્રો, આપણા બધા પાસે એક જ જીવન હોય છે તો પછી શામાટે ડરીડરીને જીવવું? ભય છોડી દો અને તમારો સર્વશ્રેષ્ઠ પ્રયત્ન આપો. આ એક યુદ્ધ છે અને વીરો જ તેમાં વિજેતા બને છે.”
યક્ષ: સાધો સાધો, ભ્રાતા, આ મહાશય જે બધા બાળકોને સંબોધીને કહી રહ્યા છે તેઓ યુદ્ધ લડવા જાય છે? આટલું ઊર્જાવાન વક્તવ્ય! અદભૂત!
ટીનો: શું ઊર્જાવાન? ધૂળ ને ઢેફાં ? આ તો મોટીવેશનલ સ્પીકર છે અને આગળ બેઠા ઇ બધાય દસમાની પરીક્ષા આપવા જાય છે. આ લોકોને પછી પંપ મારવા સિવાય બીજું શું કામ હોય?
યક્ષ: કઈ પરીક્ષા? તેમાં ધનુર્વિદ્યા અને ખડગનું કૌશલ્ય બતાવવાનું હોય છે? શાસ્ત્રોનો અભ્યાસ થાય છે?
ટીનો: ના ભાઈ ના, આ ખાલી સ્કુલવાળાઓએ તૂત ઉભુ કર્યું છે. બાકી કંઈ નહિ!
જીગો: હા એ લોકો વધુને વધુ છોકરાઓ પોતાની સ્કૂલમાં આવે એટલે એવું કરે છે.
યક્ષ: ઓહ, ઘોર આશ્ચર્ય! અર્થાત્ શિક્ષા અહી નિ:શુલ્ક નથી હોતી?
ટીનો: ના
(આવતા હપ્તે સમાપ્ત)
પૂર્ણાહુતિ:
યયક્ષ: સૌથી વધુ ગતિ કોની હોય છે?
યુધિષ્ઠિર: મનની