ગાંડી માથે બેડું અગ્રવાલ એજન્સી મનફાવે તેમ કામ કરે છે
નિયમ મુજબ ટોઈંગ વાનમાં CCTV પણ હોવા જોઈએ, કેટલાં વાહનમાં છે?
- Advertisement -
પોલીસે અગ્રવાલ એજન્સીને આપેલાં વર્ક ઓર્ડરની શરતો મુજબ ટોઈંગ વાનનો સ્ટાફ નિશ્ર્ચિત યુનિફોર્મથી સજ્જ હોવો જોઈએ
રાજકોટમાં ટ્રાફિકની સમસ્યા દિન-પ્રતિદિન વધતી જ જાય છે. ટ્રાફિક સમસ્યા વધવા પાછળ ઘણા કારણો જવાબદાર છે પરંતુ તેમાંનું એક કારણ વાહનચાલકોમાં ડ્રાઈવિંગ સેન્સનો અભાવ પણ છે. શહેરના લોકો સ્કૂટર ચલાવતી વખતે હેલ્મેટ અને કાર હંકારતી વખતે સીટ બેલ્ટ બાંધતા નથી. ટ્રાફિક સિગ્નલમાં લાલ લાઈટ હોય તો પણ ચાર ચોક વચ્ચે કેટલાક વાહનચાલકો ઉભા રહેવાની બદલે હાલતા થઈ જાય છે. અને ટ્રાફિક ઉલ્લંઘન બદલ મેમો આવે એટલે દેકારો કરતા હોય છે, ટ્રાફિક સેન્સ કોઈને કેળવવી નથી. આજકાલ રસ્તા પર ગમે ત્યાં નો-પાર્કિંગ ઝોનમાં કાર-સ્કૂટર પાર્ક કરનારા હજારો વાહનચાલકોને મસમોટો દંડ ભરવો પડે છે, ટ્રાફિક પોલીસે જેવો મેમો ફાડ્યો કે માથાકૂટ શરૂ.
જોકે આ શહેરમાં વાહનચાલકોની જેમ ટોઈંગ વાનનો કોન્ટ્રાક ધરાવતી અગ્રવાલ એજન્સી પણ જરૂરી નિયમ અનુસરતી ન હોવાનું કેમેરામાં કેદ થયું છે. આ એજન્સી વિરુદ્ધ નિયમભંગનો મેમો ફાડવાની શરૂઆત ક્યારે થશે એ તપાસનો વિષય છે. નો-પાર્કિંગ ઝોનમાં નિયમ વિરુદ્ધ ઉભા રહેલા વાહનો ટોઈંગ કરીને દરરોજ લાખો રૂપિયાનો દંડ વસૂલવામાં આવે છે. આ વાહનો ટોઈંગ કરવાનો કોન્ટ્રાક્ટ સુરતની એજન્સી અગ્રવાલ એજન્સી પાસે છે, જે રાજકોટના વાહનચાલકોની જેમ જ નિયમોનો ઉલાળિયો કરવામાં પાછળ નથી. અગ્રવાલ એજન્સીને ટોઈંગ વાનનો કોન્ટ્રાક્ટ ફાળવતા સમયે વર્ક ઓર્ડરમાં ઘણાબધા નિયમો પાળવાનું સૂચવવામાં આવ્યું હતું અને તેના ભંગ બદલ કોન્ટ્રાક્ટ કેન્સલ કરવાનું પણ જણાવવામાં આવ્યું હતું આમ છતાં અગ્રવાલ એજન્સી દ્વારા વાહન ટોઈંગ સમયે કેટલાક નિયમોનું પાલન કરવામાં આવી રહ્યું નથી અને વાહનચાલકો નિયમોનું પાલન કરતા ન જણાય તો અગ્રવાલ એજન્સીના માણસો દ્વારા તેમની તેમજ તેમના વાહન સાથે શું-કેવું વર્તન થાય છે એ સૌ જાણે છે અને ક્યારેકને ક્યારેક બધાએ અનુભવ્યું પણ છે. ટ્રાફિક પોલીસના ઉચ્ચ અધિકારીઓ જેમ આમ જનતા માટે ટ્રાફિક અવેરનેસના સેમિનાર યોજે છે તેમ ટોઈંગ વાનનું સંચાલન કરનારી અગ્રવાલ એજન્સીના કર્મચારીઓ માટે શિસ્ત-નિયમ માટેના માર્ગદર્શક કાર્યક્રમ યોજવા અનિવાર્ય છે.
- Advertisement -
ટ્રાફિક નિયમનને બદલે દંડ વસૂલવામાં પાવરધી ટ્રાફિક શાખા વાહનચાલકો પાસે કડકાઈપૂર્વક નિયમનું પાલન કરાવે છે અને નિયમભંગ કરનાર પાસેથી દંડ વસૂલી લે છે પરંતુ એ જ ટ્રાફિક શાખાના નેજા હેઠળ વાહન ટોઈંગ કરતી અગ્રવાલ એજન્સી દ્વારા સરાજાહેર નિયમોનો ભંગ કરવામાં આવી રહ્યો છે. જેમ કે, નો-પાર્કિંગમાં ઉભેલા સ્કૂટર-બાઈક આડેધડ ઉપાડી ટોઈંગ વાનમાં ચડાવવામાં આવે છે અને લટકતાલટકતા લઈ જવામાં આવે છે. આ સમયે સ્કૂટર-બાઈકની સેફટી કે વાહનમાં નુકસાન ન પહોંચે તેનું જરાપણ ધ્યાન રાખવામાં આવતું નથી. એ સ્કૂટર-બાઈક વાનમાં ચઢાવી-ઉતારી દેનારા અગ્રવાલ એજન્સીના કર્મચારીઓ યુનિફોર્મમાં પણ હોતા નથી. અધૂરામાં પૂરું તેમનું વાહનચાલક સાથેનું વર્તન પણ તદ્દન ગેરવાજબી હોય છે.
નિયમ સૌ માટે સમાન હોવા જોઈએ. ટ્રાફિક પોલીસ જે પ્રકારે વાહનચાલકોને નિયમ ભંગ બદલ દંડ કરે છે તેમ ટોઈંગ વાનનું સંચાલન કરતી અગ્રવાલ એજન્સી નિયમ ન પાળે તો તેનો કોન્ટ્રાક્ટ રદ્દ કરવાની પણ તસ્દી લેવી જોઈએ. આજે શહેરમાં મોટાભાગની ટોઈંગ વાન નિયમ મુજબ ચાલતી હોતી નથી તેમજ તેના કર્મચારીઓ નિયમોનું અનુસરણ કરતા નથી. બીજી તરફ વાહનચાલકો થોડો પણ નિયમ ભંગ કરે તો તેને મેમો પકડાવી દેવામાં આવે છે. પોલીસના ઉચ્ચ અધિકારીઓ તરફથી થતા આ બેધારા માપદંડને કારણે વાહનચાલકો પણ હવે વિફર્યા છે અને તેના કારણે જ વાહનચાલકો અને તેમના સ્કૂટર-બાઈક ટોઈંગ કરી જનારાઓ ટ્રાફિક પોલીસ તેમજ અગ્રવાલ એજન્સીના કર્મચારીઓ વચ્ચે માથાકૂટ પણ વધી છે.
શરત મુજબ ટોઈંગ વાનમાં પાછળનાં ભાગે રબ્બર પ્લેટનું આવરણ હોવું જોઈએ જેથી વાહનને નુક્સાન ન થાય, કોઈ આવી પટ્ટી લગાવી નથી
અનેક ટોઈંગ વાનમાં નંબર પ્લેટનાં પણ ઠેકાણા નથી, બીજાને શું દંડ કરવાનો?
ટોઈંગ વાન એજન્સીને લાગુ પડતા કેટલાંક નિયમો, ભલે પળાતા ન હોય પણ જાણવા જરૂરી
ટોઈંગ વાનમાં વાહનને નુકસાન ન થાય તેવી સુવિધા/સિસ્ટમ હોવી જોઈએ પાછળનાં ઠાઠા ફરતે રબ્બરનું ફિટિંગ હોવું જોઈએ જેથી વાહનને નુક્સાન ન થાય જે ક્યારેય હોય છે? કોઈએ એવા સાધનો જોયા છે? ટોઈંગ વાનમાં સ્કૂટર-બાઈક ચઢાવવા-ઉતારતા સમયે અચૂક નુકસાન થાય છે.
ટોઈંગ વાનમાં ડ્રાઈવર ઉપરાંત અન્ય ચાર લોકો સ્કૂટર ચઢાવવા-ઉતારવા હોવા જોઈએ, અમુકવાર બે-ત્રણ લોકો જ હોય છે. આ લોકોનું વર્તન પણ સૌહાર્દપૂર્ણ હોતું નથી જાણે વાહનચાલક કોઈ મોટો ગુંડો હોય તેવો તેમનો વર્તાવ હોય છે. ટોઈંગ વાનના કર્મચારીઓ નક્કી કરેલા યુનિફોર્મમાં ઓન ડ્યુટી રાજકોટ શહેર ટ્રાફિક પોલીસવાળા લખાણ પહેરેલા કપડાંમાં હોવા જોઈએ અને રાત્રીના સમયે ફ્લોરેન્સ જેકેટ પહેરેલું હોવું જોઈએ. મોટાભાગે એજન્સીના માણસો આવા યુનિફોર્મમાં જોવા મળતા નથી. છઝઘ નિયમ મુજબ તમામ એસેસરીઝ સહિતની ટોઈંગ વાન હોવી જોઈએ પરંતુ ક્યારેક ટોઈંગ વાનમાં નંબર પ્લેટ કે ઓન ડ્યુટી પ્લેટ હોતી નથી. વાન સાવ ખખડધજ હાલતમાં હોય છે. વાનનો પાછળનો ભાગ તો સ્કૂટર-બાઈક ટોઈંગ કરવામાં ડેમેજ જ થઈ ગયેલો હોય છે. ટોઈંગ વાન 2017થી જૂની ન હોવી જોઈએ અને તેમાં પાસીંગ, ફીટનેસ, પીયૂસી સહિતના બધા જ કાગળ હાજર હોવા જોઈએ તથા કેમેરા સહિતની જીપીએસ સિસ્ટમ સક્રિય હોવી જોઈએ. ક્યારે કોઈએ આ બધું ચેક કર્યું કે કાગળો માગ્યા છે? ોએજન્સીએ ટોઈંગ વાન પાર્કિંગ વ્યવસ્થા પોતાની રીતે સ્વખર્ચે અલગથી કરવાની હોય, ોટ્રાફિક પોલીસ ટોઈંગ સ્ટેશનનો ઉપયોગ કરી શકે નહીં. જોકે ઘણીવાર ટોઈંગ વાન ટ્રાફિક પોલીસ સ્ટેશનમાં જ જોવા મળે છે!