આ વર્ષે ષટતિલા એકાદશીનું વ્રત 18 જાન્યુઆરી એટલે કે આવતીકાલે કરવામાં આવશે. જો તમે પણ આ એકાદશી પર વ્રત રાખવાના છો તો તેના અમુક નિયમો વિશે જાણી લો..

ગુજરાતી પંચાંગ અનુસાર પોષ મહિનાની વદ અગિયારસને ષટતિલા એકાદશી કહેવાય છે. આ દિવસે એકાદશીનું વ્રત રાખવામાં આવે છે અને એવું કહેવાય છે કે આ દિવસે ભગવાન વિષ્ણુની પૂજા-અર્ચના કરીને વ્રત રાખવાથી ઇચ્છિત ફળ મળે છે. આ સાથે જ આ એકાદશી પર ભક્તો ભગવાન વિષ્ણુને તલ અર્પણ કરે છે. ભક્તો તલનું દાન કરે છે અને પોતે પણ તલનું સેવન કરે છે. એવ માનવામાં આવે છે કે આમ કરવાથી તેના જીવનની તમામ પરેશાનીઓ દૂર થઈ જાય છે. જણાવી દઈએ કે આ વર્ષે ષટતિલા એકાદશીનું વ્રત 18 જાન્યુઆરી એટલે કે આવતીકાલે કરવામાં આવશે. જો તમે પણ આ એકાદશી પર વ્રત રાખવાના છો તો તેના અમુક નિયમો વિશે જાણી લો..

ષટતિલા એકાદશી પર ન કરવી જોઈએ આ ભૂલો
1. ષટતિલા એકાદશીના દિવસે ભૂલથી પણ રીંગણ અને ચોખાનું સેવન ન કરવું જોઈએ.
2. આ સાથે જ ષટતિલા એકાદશીના આ દિવસે માંસ અને આલ્કોહોલનું સેવન પણ ન કરવું જોઈએ અને બ્રહ્મચર્યનું        સંપૂર્ણ પાલન કરવું જોઈએ
3. ષટતિલા એકાદશીના દિવસે ઉપવાસનું વ્રત લેનાર વ્યક્તિએ પથારીને બદલે જમીન પર સૂવું જોઈએ.
4. ષટતિલા એકાદશીના દિવસે ખરાબ શબ્દો ન બોલવા જોઈએ અને એ સાથે જ ખોટું બોલવાનું ટાળો.
5. ષટતિલા એકાદશીના દિવસે ઝાડમાંથી ફૂલ, પાંદડા કે ડાળીઓ ન તોડવી જોઈએ.

ષટતિલા એકાદશીના દિવસે ખાસ આ કામ કરવા જોઈએ
1. ષટતિલા એકાદશીએ તલનું દાન કરવાનું વિશેષ મહત્વ જણાવવામાં આવ્યું છે એટલા માટે આ દિવસે તમે તલ કે તલથી બનેલી વસ્તુઓનું દાન પણ કરી શકો છો.
2. ષટતિલા એકાદશીના દિવસે શ્રી હરિ ભગવાન વિષ્ણુને તલ અર્પણ કરવું જોઈએ, આમ કરવાથી મનની દરેક મનોકામના પૂર્ણ થાય છે.
3. જે વ્યક્તિએ ષટતિલા એકાદશીનું વ્રત લીધું હોય તેણે બાફેલા તલ ખાવા જોઈએ અને સાથે જ પાણીમાં તલ નાખીને સ્નાન કરવું જોઈએ.
4. ષટતિલા એકાદશીના વ્રતની કથા સાંભળ્યા બાદ તલ ચઢાવવાથી પિતૃઓની કૃપા પ્રાપ્ત થાય છે.