આજે 30મી ડિસેમ્બરે સોમવતી અમાસ છે. આ વર્ષ 2024ની છેલ્લી અમાસ છે. જો પત્ની ઇચ્છે તો આ દિવસે ખાસ ઉપાય કરીને પતિને ધનવાન બનાવી શકે છે. જાણો શું છે તે ઉપાય ?
જ્યોતિષ શાસ્ત્ર અનુસાર આજે સોમવતી અમાસના દિવસે વિવાહિત મહિલાઓ શિવ મંદિરમાં જઈને શિવલિંગ પર પાણી, દૂધ, દહીં, ઘી અને મધનો અભિષેક કરી શકે છે. તેમજ ‘ઓમ સર્વભાવનાય નમઃ’નો સતત 11 વાર જાપ કરી શકે છે. આવું કરવાથી પતિને બિઝનેસમાં ફાયદો થવા લાગે છે. બીજું કે, પારિવારિક જીવનમાં જે સમસ્યા અને અણબનાવ થયા હશે તે પણ દૂર થઈ જશે.
- Advertisement -
આજે પોષ માસના કૃષ્ણ પક્ષની અમાસ તિથિ છે. પૌરાણિક કથા અનુસાર, ત્રેતાયુગના અંતમાં, જ્યારે ભગવાન રામને તેમના બૈકુંડ ધામમાં જવાનો સમય આવ્યો, ત્યારે તેઓ સોમવતી અમાસ પર આવું કરવા માંગતા હતા, પરંતુ તે થઈ શક્યું નહીં. આનાથી નારાજ થઈને ભગવાન રામે સોમવતી અમાસને કળિયુગમાં ભટકતા રહેવાનો શ્રાપ આપ્યો, ત્યારથી આ અમાસ આવતી-જતી રહે છે.
વિવાહિત જીવનમાં સોમવતી અમાસના દિવસે આટલું કરવાથી તમારા જીવનમાં આવશે ઘણી સુખ-સમૃદ્ધિ. સોમવતી અમાસના દિવસે થોડું દૂધ લઈને તેમાં એક ચપટી સાકર ભેળવીને કૂવામાં નાખો. જો કોઈ સંજોગોમાં કૂવો ન મળી આવે તો ઘરની બહાર કાચી માટીમાં દૂધ અને ખાંડ નાખીને માટીથી ઢાંકી દો.
ધર્મને લગતો આ આર્ટિકલ માત્ર અલગ-અલગ મળતી માહિતીને આધારિત છે. નહીં કે તમે તેને સત્ય જ માની લો. કારણ કે ધર્મ દરેકની આસ્થાનો વિષય છે. અહીં આપવામાં આવેલી જાણકારીને અનુસરતા પહેલા ધર્મ કે શાસ્ત્ર આધારિત જ્ઞાન ધરાવનારા વિદ્ધાનોની સલાહ લેવી અતિ આવશ્યક રહેશે. નહીં તો કોઇ મુશ્કેલી સર્જાય તો જવાબદારી ખાસ-ખબર નહીં રહે. કારણ કે આ આર્ટિકલ ફક્ત ન્યૂઝના હેતુસર પબ્લિશ કરવામાં આવ્યો છે.