ખાસ-ખબર સંવાદદાતા
આ મહિનામાં 16 હજાર કરદાતાઓ દ્વારા 17.92 કરોડની આવક થઇ છે. ચાલુ નાણાકીય વર્ષની વેરાની કુલ આવક 176.56 કરોડ થઇ છે. 30 મે સુધીમાં દર વર્ષની જેમ પુરૂષ મિલકત ધારકને 10 ટકા અને મહિલા મિલકત ધારકને 15 ટકા રીબેટની યોજના આપવામાં આવે છે. આ વર્ષે 30 મે સુધીમાં મનપાની તિજોરીમાં બેઠા-બેઠા 158 કરોડ ઠલવાઇ ગયા હતા. સને 2022-23ના વર્ષમાં તા.30 જુન સુધી એડવાન્સ મિલ્કત વેરો ભરનાર મિલ્કત ધારકને 5% અને મહિલા મિલ્કત ધારકને 10% વળતર આપવાનું હાલ ચાલુ છે. જેમાં આજે તા.29 જુન સુધીમાં 2,83,377 કરદાતાઓએ એડવાન્સ મિલ્કત વેરા વળતર યોજનાનો લાભ લીધો છે અને વેરા પેટે કુલ રૂ. 176.56 કરોડની રકમ ભરપાઈ કરી છે.
ગઇકાલે તા.29 જુન સુધીમાં 2,83,377 કરદાતાઓએ કુલ રૂ.176.56 કરોડની રકમ વેરા પેટે ભરપાઈ કરી છે. 1,76,075 કરદાતાઓએ ઓનલાઈન ટેક્સ પેમેન્ટનો લાભ લીધો છે. તેઓએ કુલ રૂ. 97.52 કરોડની રકમ ભરપાઈ કરેલ છે. 1 જુન થી 30 જુન સુધી વેરાના સંપૂર્ણ રકમ ભરપાઇ કરવા પર ચાલુ વર્ષના માંગણા પર 5% વળતરઆપવામાં આવશે. ફકત મહિલાઓના નામે જ હોય તેવી મિલકતોમાં આપવામાં આવનાર વળતર ઉપરાંત વિશેષ 5% વળતર આપવામાં આવ્યુ છે.