સત્ર શરૂ થાય એ પહેલા કોંગ્રેસના બે ધારાસભ્યોએ કોવિડ મૃતકના પરિવારોની સહાયના મુદ્દે એપ્રન પહેરી વિરોધ વ્યક્ત કર્યો
કોવિડના મૃતક પરિવારને 4 લાખની સહાયની માંગણી સાથેના બેનરો અને ડોક્ટરના એપ્રન પહેરીને કોંગ્રેસનો વિરોધ
- Advertisement -
ગુજરાત વિધાનસભામાં આજે નવી પટેલ સરકારની કસોટી થવાની છે. જેમા વિરોધપક્ષ કોંગ્રેસ મંદી, મોઘવારી, બેરોજગારી, અત્યાચાર, ભ્રષ્ટાચાર, કોરોના પીડિત લોકોની પિડા અને વેદનાને વાચા અપાવા આક્રમક વ્યુહ અપનાવવાની તૈયારી કરી છે. ત્યારે વિધાનસભા સત્રના શરૂઆત પૂર્વેજ કોંગ્રેસના બે ધારાસભ્ય ગ્યાસુદીન શેખ અને ઈમરાન ખેડાવાલાએ પરિસરમાં કોવિડના મૃતક પરિવારને 4 લાખની સહાયની માંગણી સાથેના બેનરો અને ડોક્ટરના એપ્રન પહેરીને વિરોધ વ્યક્ત કર્યો હતો. હાલમાં વિધાનસભાની અંદર અને બહાર કોંગ્રેસના સંભવિત વિરોધને લઈને ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે, વિધાનસભા તરફ જતી ગાડીઓનું પણ ચેકીંગ ધરવામાં આવ્યું હતું.