ખાસ-ખબર સંવાદદાતા
ગીર સોમનાથ જિલ્લાના સુત્રાપાડા તાલુકાના ગાંગેથા ગામની શેરીઓમાં ત્રણ સિંહના આંટાફેરા મારતા હોવાના સીસીટીવી કેમરામાં કેદ થયા હતા ગીર જંગલ છોડી સિંહો હવે શહેર અને ગામડા ઓમાં શિકારની શોધમાં નીકળતા હોવાના અનેક બનાવો સામે આવી રહ્યા છે તાજેતરમાં વેરાવળ શહેરની ભાગોળે સિંહ આરામ ફરમાવતો હોવાની ઘટના પણ સામે આવી હતી અને વન તંત્ર દોડતું થયું હતું હાલ તો સિંહો 8 જિલ્લમાં જોવા મળી રહ્યા છે ધીરે ધીરે જે રીતે સિંહોની વસ્તી વધતી જાય છે તેમ તેમ તેનો વિસ્તાર પણ વધતો જાય છે ત્યારે ગાંગેથા ગામની શરીઓમાં ત્રણ સિંહની લટાર મારતા ગ્રામજનોમાં ભયનો માહોલ જોવા મળ્યો હતો.