મોરબીના લીલાપર કેનાલ રોડ ઉપર ટાવરમાંથી જનરેટરની ચોરી કરનાર શખ્સને પોલીસે પકડી પાડ્યો છે. આ શખ્સ કંપનીનો ટેક્નિશિયન જ નીકળ્યો છે. આ ઉપરાંત તેને અન્ય બે શખ્સોને જનરેટર વેચી માર્યું હોય પોલીસે તે બંને શખ્સોને પણ ઝડપી પાડ્યા છે. મોરબીના લીલાપર કેનાલ રોડ ઉપર બોરીયાપાટી વિસ્તારમાં આવેલ ઈન્ડેઝ ટાવરના વરંડામાં રાખવામાં આવેલ કિલોસ્કર કંપનીનું રૂપિયા 2 લાખની કિંમતનું જનરેટર કોઈ અજાણ્યા તસ્કરો ચોરી કરી જતા આ મામલે ફરિયાદ નોંધાઈ હતી જેની તપાસ દરમિયાન પોલીસને બાતમી મળેલ કે ઈન્ડેઝ ટાવર પ્રા.લી. માંથી જનરેટર ચોરી થયેલ હોય જેમાં ટાવર કંપનીમાં ફરજ બજાવતો ટેકનીશીયન મહેશ કનુભાઇ વ્યાસ (રહે. ઉમીયા રેસીડેન્સી, દલવાડી સર્કલ પાસે, મોરબી) હોવાની હકિકત મળતા તેને પોલીસ સ્ટેશન લાવી પુછપરછ કરતા આરોપીએ કબુલાત આપી હતી કે, ઇન્ડેઝ ટાવર પ્રા.લી. માંથી ચોરી કરેલ જનરેટર આરોપી તૌફીક યાકુબભાઈ સોલંકી તથા મકસુદ અહેમદભાઈ મોહેલ (રહે. બંને રાજકોટ, મોટી ટાંકી ચોક, સદર બજાર) ને વેચાણથી આપેલ છે જેથી પોલીસે રાજકોટ ખાતે જઈ ચોરીમાં ગયેલ જનરેટર કબ્જે કરી જનરેટર લેવા આવેલ બંને ઇસમો મળી ટાવરના ટેકનીશીયન સહીત ત્રણેય ઇસમોની ધરપકડ કરીને ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.
મોરબીના બોરીયાપાટી પાસે ટાવરમાંથી જનરેટરની ચોરી કરનાર ટેક્નિશિયન સહિત ત્રણ ઝડપાયા
Follow US
Find US on Social Medias